Geo Gujarat News

ભરૂચ: સમગ્ર શિક્ષા શિક્ષણ શાખા જિલ્લા પંચાયત ભરૂચ અને NCPCRના સંયુક્ત ઉપક્રમે એક દિવસીય કાર્યશાળા યોજાઈ

ભરૂચ નારાયણ વિદ્યાવિહાર ખાતે સમગ્ર શિક્ષા શિક્ષણ શાખા જિલ્લા પંચાયત ભરૂચ અને NCPCR (National Commission For Protection of Child Rights-2005) New Dilhi Sensitization on Comprehensive Manual for Safety and Security of Children in School including Cyber Safety વિષય પર એક દિવસીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે.


જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતીબા રાઓલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સચિન શાહ, NCPCR ના કો.ઓર્ડિનેટર- ઇર્શાદ અહમદ્, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન- વડોદારના તજજ્ઞ વિશ્વજીત પાદવ, NCPCRના તજજ્ઞ સાયકોલોજીસ્ટ યોગીતા ખન્ના, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચના લેક્ચરર ચંદ્રકાંત વસાવા વગેરે મહાનુભવોએ ક્રમશ: બાળકોની સુરક્ષા, સલામતી અને સાયબર ગુનાઓને લગતું વિસ્તૃત માર્ગદર્શન પૂરુ પાડ્યું હતું.


આ કાર્યશાળામાં એજયુકેશન ઇન્સપેક્ટર, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, બીઆરસી કો.ઓર્ડિનેટર, સીઆરસી કો.ઓર્ડિનેટર, પ્રાથમિક અને માધ્યમિક શાળાના આચાર્ય અને એસએમસી/એસએમડીસીના સભ્યો હાજર રહ્યા હતા.

geogujaratnews
Author: geogujaratnews

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *