Geo Gujarat News

નેત્રંગ: પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાની ઉપસ્થિતિમાં ભારત આદિવાસી પરિવાર યુનિટી સંગઠનની રચના કરવામાં આવી

આજરોજ નેત્રંગ તાલુકાનાં ઘાણીખૂટ ખાતે ડેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાની ઉપસ્થિતિમાં ભારત આદિવાસી પરિવાર યુનિટી સંગઠનની રચના કરવામાં આવી હતી.જેમાં આદિવાસી સમાજની વિસરતી જતી સંસ્કૃતિ અને ઇતિહાસને ઉજાગર માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી જે બાદ એક જમાના આદિવાસી રાજ્ય તરીકે ઓળખાતા ઘાણીખૂટ ખાતે યહાં મોગી માતાજીના મંદિરનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં મહેશ વસાવાએ વર્ષોથી ઘાણીખૂટ રાજ્યના ઇતિહાસ ભુસાઈ રહ્યો છે.આદિવાસી સમાજ રાજા તારા હામાલ,રાજા પાનઠા અને વિના ઠાકોરના ઇતિહાસ વિષે જાણતા થાય તે આદિવાસીઓને જાગૃત કરાશે તેમ જણાવ્યુ હતું.આ કાર્યક્રમમાં ભરુચ જિલ્લા બાંધકામ સમિતિના ચેરમેન રાયસીંગ વસાવા,પરેશ વસાવા,રાજ વસાવા,મગન વસાવા સહિત વિવિધ ગામોના સરપંચ અને આદિવાસી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

કાદર ખત્રી, જઘડિયા 

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *