Geo Gujarat News

ભરૂચના RSS કાર્યાલય ખાતે સહકાર ભારતી દ્વારા કાર્યકર્તા પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરાયું, મોટી સંખ્યામાં સંઘના કાર્યકરો ઉપસ્થિત રહ્યા..

ભરૂચમાં આજરોજ RSS ખાતે કાર્યાલય ખાતે ભરૂચ ડિસ્ટ્રિક કો ઓપ બેંકના ચેરમેન, APMC ના ચેરમેન અને વાગરા વિધાનસભાના ધારાસભ્ય અરુણસિંહ રણા તથા સહકાર ભારતી પ્રાંતના મહામંત્રી વિનોદ બોરિચિયા તથા પ્રાંત સંગઠન પ્રમુખ જીવણ ગોલે,સુરત વિભાગ સંયોજક ચિરાગ શાહ, જિલ્લા અધ્યક્ષ એન.જે.પટેલ,જિલ્લા સંગઠન મંત્રી રવિ જોશી,તથા સહકાર ભારતી ભરૂચ જિલ્લા ટીમ તથા અંકલેશ્વર, હાંસોટ, વાલિયા, નેત્રંગ, તાલુકામાંથી સહકાર ભારતીના પ્રમુખ કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા.

તેઓને સહકારી આગેવાન ભરૂચ ડિસ્ટ્રિક કો ઓપરેટીવ બેંકના ચેરમેન, APMC ના ચેરમેન અને વાગરા વિધાનસભાના ધારાસભ્ય અરુણસિંહ રણા તથા સહકાર ભારતી પ્રાંતના મહામંત્રી વિનોદ બોરિચિયા તથા પ્રાંત સંગઠન પ્રમુખ જીવણ ગોલે, સુરત વિભાગ સંયોજક ચિરાગ શાહ, દ્વારા વિના સંસ્કાર નહીં ઉદ્ધાર” ના સૂત્ર સાથે સહકારી ક્ષેત્રે સહકારી સંસ્થાઓ અને સમાજમાં શુદ્ધિ, વૃદ્ધિ, સમૃદ્ધિ ના ધ્યેય સાથે કાર્ય કરવાનું માર્ગદર્શન પૂરુ પાડવામાં આવ્યું હતુ.જેમાં ભરૂચ જિલ્લા માંથી આશરે 40 જેટલા પ્રમુખ કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *