Geo Gujarat News

વાગરા: દહેજ રોડ પર પેટ્રોલ ભરેલું ટેન્કર પલ્ટી માર્યું, ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા

  • ડ્રાઇવરને જોકુ આવતા ભારત પેટ્રોલિયમનું ટેન્કર પલટી માર્યું
  • દહેજ જતા નોકરિયાત વર્ગના લોકો ટ્રાફિક જામના લીધે નોકરી પર મોડા પોહચ્યા..
  • ક્રેન દ્વારા ટેન્કરને હટાવી રોડ ખુલ્લો કરાયો.

ભરૂચથી દહેજને જોડતા માર્ગ પરથી આજે સવારના સમયે પેટ્રોલ ભરેલું ટેન્કર પસાર થઈ રહ્યું હતું. તે દરમિયાન ટોલ પ્લાઝા નજીક ટેન્કરના ચાલકને ઝોકુ આવી જતા ટેન્કર પલટી ગયું હતું. જેના કારણે દોડધામ મચી જવા પામી હતી.અકસ્માતના કારણે દહેજ રોડ પર ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા સવારના સમયે દહેજ નોકરી અર્થે જતા નોકરિયાતોની બસ અને વાહનો ટ્રાફિક જામમાં અટવાયા હતા.બનાવની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને ક્રેનની મદદથી ટેન્કરને માર્ગની બાજુ પર ખસેડવામાં આવ્યું હતું. સદ્દનસીબે ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *