ધી ભરૂચ-નર્મદા જિલ્લા માધ્યમિક શાળાના કર્મચારીઓની કો ઓ ક્રેડીટ સોસાયટી લી,ભરૂચ ની ૫૭ મી વાર્ષિક સાધારણ સભા આજરોજ ડો.બાબા સાહેબ આંબેડકર ભવન મામલતદાર ઓફીસ ની સામે,ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા કે રાઓલ તથા નર્મદા જિલ્લા શિક્ષણાધિકારી ડો.કિરણબેન પટેલ ના અઘ્યક્ષ સ્થાને મળી હતી.

આ સાધારણ સભા માં મંડળીના ચેરમેન કિરીટસિંહ ઘરીયા એ આવેલ આમંત્રિત મહેમાનો,સભાસદઓ, સભ્યઓ,મંડળીમાંથી નિવૃત થયેલા સભાસદો ધો,૧૦/૧૨ માં ઉર્તિણ થયેલ બાળકો તથા માતા પિતા વગર ના બાળકોનું અભિવાદન કરી આવકારીયા,મંડળીની સભામાં મહેમાનો આમંત્રિત મહેમાનો,સભાસદઓ,સન્માનીય સભ્યઓ,મંડળીમાંથી નિવૃત થયેલા સભાસદો ધો,૧૦/૧૨ માં ઉર્તિણ થયેલ બાળકો નુ સન્માન કરવામાં આવ્યુ.જેમાં મુખ્યત્ત્વે ભરૂચ-નર્મદા જિલ્લા શિક્ષણાધિકારીઓ નુ સન્માન કર્ય, પ્રવિણસિંહ રણા, કિરીટસિંહ મહિડા, અમિતસિંહ વાંસદિયા, મુકેશકુમાર ડી ટેલર, સંજયકુમાર વસાવા,વિગેરે મહાનુભાવોનું તેમજ નિવૃત થયેલ સભાસદોનું સન્માન કરવામાં આવ્યું ભરૂચ-નર્મદા જિલ્લામાં માઘ્યમિક ગ્રાન્ટેડ શાળામાં ભણતા માતા પિતા વગર ના બાળકોને મંડળીની યોજના અંતર્ગત શૈક્ષણિક કિટ વિતરણ કરવામાં આવી તથા ભરૂચ-નર્મદા જિલ્લા ના વિવિધ પ્રકાર ના ઘટક સંઘોના પ્રમુખ ,મંત્રી ઓ હાજર રહયા અને ભરૂચ-નર્મદા જિલ્લામાંથી મોટી સંખ્યામાં સભાસદો હાજર રહી કાર્યક્રમ સફર બનાવ્યો.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com