ભરૂચના સીએનઆઈ ચર્ચ દ્વારા આજરોજ કૂકરવાડા માર્ગ પર આવેલા કબ્રસ્તાનમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં ચર્ચના તમામ સભ્યો ઉપસ્થિત રહી 250 વૃક્ષોનું વાવેતર કરી તેના ઉછેરનું વચન આપ્યું હતું.

દેશ અને દુનિયામાં જળ, જમીન, હવામાં થતા વિવિધ પ્રદુષણ થકી પૃથ્વી ગોળાનું તાપમાન એકંદરે વધી રહ્યું છે. દરવર્ષે ગત વર્ષ કરતા ઉનાળો વધુ આકરો બની રહ્યો છે,દેશમાં કેટલાક વિસ્તારોમાં રેકોર્ડતોડ તાપમાન નોંધાયું રહ્યું છે. ત્યારે અનેક પર્યાવરણની પ્રેમીઓ દ્વારા વૃક્ષો વાવવામાં આવી લોકોને પણ વધુમાં વધુ વૃક્ષો વાવવા માટે અપીલ પણ કરવામાં આવે છે.

જેના ભાગરૂપે ભરૂચના બંબાખાના વિસ્તારમાં આવેલા ઐતિહાસિક સીએનઆઈ ચર્ચ દ્વારા એક અનોખા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. સીએનઆઈ ચર્ચના ફાધર રેવ,કિશન વસાવાની આગેવાનીમાં ભક્તિ સભા બાદ કુકરવાડા માર્ગ પર આવેલા કબ્રસ્તાનમાં ચર્ચના સૌ સભ્યોની ઉપસ્થિતમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં મોટી સંખ્યામાં વડીલો, બાળકો અને જુવાનોએ પોતાના હસ્તે 250 વૃક્ષોનું વાવેતર કરી તેનું જતન કરવાની વચન આપ્યું હતું.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com