પાનોલી મહિલા સરપંચને પ્રધાનમંત્રી આવાસ યોજનાના ગેર વહીવટ બાબતે પદભ્રષ્ટ કરવામાં આવ્યા છે. જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સરપંચ પદથી દૂર કરી ડેપ્યુટી સરપંચને સત્તા આપવાનો હુકમ કર્યો હતો. પ્રધાનમંત્રી 74 આવાસો પૈકી 56 લાભાર્થીઓને આવાસો ફાળવ્યા હતા. મૃતકના નામે પણ આવાસ ફાળવી દેવાયું હતું. વ્યાપક ફરિયાદો બાદ સરપંચ સામે તપાસ કરવામાં આવતાં તે દોષી જણાતા પદ પરથી દૂર કરાયાં છે. પાનોલી ગામના અનિલ પરમારે વર્ષ 2022-23 માં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 74 આવાસ મંજુર થયેલ હતા. તે પૈકી 56 લાભાર્થીઓને આવાસ ફાળવવામાં આવ્યા હતા.
સત્તાનો દૂરઉપયોગ કરી નાણાકીય ગેરરીતી સહિતની અનેક ફરિયાદો હતી
પ્રધાનમંત્રી આવાસનું કામ સરકારની ગાઈડલાઈન મુજબ નહિ કરી સરકારી ગ્રાન્ટમાં નાણાકીય અનિયમિતા આચરી હતી. સરપંચ સામે જિલ્લા પંચાયતમાં ફરિયાદ કરી હતી. તપાસ ચાલી રહી હતી જેમાં લાભાર્થીઓને પણ પૂછવામાં આવ્યું હતું. સરપંચ હલીમા શોએબ હાટિયા સરપંચની ફરજમાં બેદરકારી દાખવી પોતાની સત્તાનો દુરુપયોગ કર્યો હોવાનું સામે આવતા કારણદર્શક નોટિસ ફટકારી હતી. જેની સુનાવણી જિલ્લા પંચાયત ખાતે જિલ્લા વિકાસ અધિકારી પ્રશાંત જોષી સમક્ષ ચાલી હતી. તેના પુરાવા અને જુબાની આધારે ગુજરાત પંચાયત અધિનિયમ 1993 ની કલમ 57(1) હેઠળ સરપંચ પદ પરથી હલીમા શોએબ હાટિયા દૂર કરવાનો હુકમ કર્યો હતો તેમજ પંચાયતનો ચાર્જ ડેપ્યુટી સરપંચને સુપ્રત કરવાનો હુકમ કર્યો હતો.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com