Geo Gujarat News

આમોદ: સુઠોદરા પ્રાથમિક શાળામાં ગૌરીવ્રત નિમિત્તે ડ્રાયફ્રૂટ વિતરણ કરાયું

આમોદ તાલુકાની સુઠોદરા પ્રાથમિક શાળામાં ગૌરીવ્રત નિમિત્તે શાળાની બાળાઓને આચાર્યા દ્વારા ડ્રાયફ્રુટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉત્સવ અને તહેવાર પ્રિય સુઠોદરા પ્રાથમિક શાળાના આચાર્યા રેખાબેન મકવાણા દ્વારા શાળાની બાળાઓ માટે સુકામેવા,ડ્રાયફ્રટનું વિતરણ કરી અનોખી રીતે ગૌરીવ્રતની ઉજવણી કરવામાં આવી હતી.


આચાર્યા રેખાબેનનું માનવુ છે કે આ૫ણો દેશ ઉત્સવો અને સંસ્કૃતિનો દેશ છે,બાળકોમાં આ૫ણા દેશની ગરિમા અને સંસ્કૃતિનું સિંચન કરવું જરૂરી બન્યુ છે ત્યારે આ પ્રકારના વ્રતો અને ઉ૫વાસોનું મહત્વ હોવુ જ જોઇએ.માટે ગૌરીવ્રત નિમિત્તે બાળાઓને સુકામેવા, ડ્રાયફ્રૂટનું આપવાનું આયોજન કરવામાં આવ્યુ હતું.બાળાઓને ગૌરીવ્રતની ઉજવણી કેમ કરવામાં આવે છે તેની સમજ આ૫વામાં આવી હતી.અને ‘ગોરમાનો વર કેશરીયો નદીએ નહાવા જાય મારી ગોરમા’ જેવા ગીતો ગવડાવી આનંદ કરાવવામાં આવ્યો હતો.આમ,ગૌરીવ્રત નિમિતે અવનવા કાર્યક્રમ, રમતો રમાડી બાળકોને આંતરિક કલા કૌશલ્યોની ખિલવણી અને તહેવારો પ્રત્યેની સમજ આપી સુઠોદરા પ્રાથમિક શાળાના આચાર્યા દ્વારા અનોખી રીતે ગૌરીવ્રતની ઉજવણી કરવામાં આવી હતી.

યાસીન દિવાન, આમોદ

geogujaratnews
Author: geogujaratnews

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *