ભરૂચમાં ગતરોજ રાત્રીના પડેલા ધોધમાર વરસાદના કારણે મારું ફળિયામાં રહેતા એક વ્યક્તિ હોસ્પિટલમાં ફરજ બજાવી પરત ઘરે ફરતા ચિંગસપુરા-ગોલવાડ પાસે ખુલ્લી ગટરમાં પડતા બીજા દિવસ સવારે દાંડિયા બજાર પોલીસ ચોકી નજીકથી તેનો મૃતદેહ મળતા જ પરિવારજનો પર જાણે આભ ફાટ્યું હતું. ઘટનના પગલે પરિવારજનો અને સ્થાનિકોનો પાલિકા પર ભારે આક્રોશ ફેલાયો છે.

ભરૂચ શહેરના મારુ ફળિયાના વાલ્મિકી વાસ વિસ્તારમાં રહેતા મનોજ સોલંકી નારાયણ હોસ્પિટલમાં હંગામી ધોરણે ફરજ બજાવતા હતા.ગતરોજ સવારે તે રાબેતા મુજબ નોકરી પરથી ગયા હતાં.ગતરોજ રાત્રીના ધોધમાર વરસાદ શરૂ થયો હતો જેના કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જવાથી જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ હતી.આ મનોજ સોલંકી નોકરી પરથી છૂટીને પરત પોતાના ઘરે આવી રહ્યા હતા.આ સમય દરમિયાન તેઓ ચિંગસપુરા- ગોલવાડ નજીક પાલિકાએ બનાવેલી પણ તૂટી ગયેલી ખુલ્લી ગટરમાં પાડતા જ ઊંડી ગટરના વહેતા પાણીમાં તણાઈ ગયો હતો.

બીજી તરફ તેના ઘર પરિવારના સભ્યો આખી રાત મનોજ ઘરે આવશે તેવી આશમાં કાઢી હતી.જોકે સવાર થઈ જતા પણ તે ઘરે નહિ આવતા પરિવારજનો તેને શોધવા નીકળતા દાંડિયા બજાર વિસ્તારમાં તેનો મૃતદેહ પડ્યો હોવાની માહિતી મળતા જ તેઓ સ્થળ પર દોડી ગયા હતાં.આ ઘટનાની જાણ થતાં જ ભરૂચ શહેરના સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીએ તાત્કાલિક સ્થળ પર પહોંચી મૃતદેહને ઘરે લાવ્યા હતાં.આ અંગે ધર્મેશ સોલંકી અને પરિવારજનોએ નગરપાલિકાના સત્તાધીશો સામે રોષ વ્યક્ત કરી ન્યાયની માગણી કરી હતી.

આ સમગ્ર ઘટનામાં નગરપાલિકા ની કામગીરી પર પણ અનેક સવાલો ઉઠવા પામ્યા છે. પાલિકાના કોન્ટ્રાક્ટર દ્વારા બનાવવામાં આવેલી ગટરો તૂટી જતાં ખુલ્લી બની જતાં અહિયાંથી પસાર થતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે.જ્યારે બીજી તરફ ખુલ્લી ગટરો ઉભરાતી ગટરો સહિત મુખ્ય માર્ગો પર ગોઠણ સમા વરસાદી પાણી ભરાઈ જવાના દ્રશ્યો પાલિકા લની કરોડો રૂપિયાની પ્રીમોનસૂન કામગીરીની પોલ ખોલતા હોય તેમ લાગી રહ્યું છે.હાલમાં તો આ ઘટનામાં ભરૂચ મામલતદાર સહિતનો કાફલો મૃતકના ઘરે પહોંચીને ઘટના અંગેની તપાસ શરૂ કરી છે.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com