Geo Gujarat News

ઉત્તરપ્રદેશ:- બે બસો વચ્ચેના ભયંકર અકસ્માતમાં 4 લોકોનાં કરુણ મોત, 49થી વધુ ઈજાગ્રસ્ત, જેમાં 17ની હાલત ગંભીર

લખનઉ દિલ્હી હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બે બસ વચ્ચેની સામસામેની ટક્કરમાં બસ ડ્રાઈવર સહિત ચાર લોકોના મોત થયા નિપજ્યા હોવાના એહવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે. જ્યારે 49થી વધુ મુસાફરો ઘાયલ થયા હતા. જેથી તેઓને અલગ-અલગ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. શ્રાવણ માસનો સોમવાર હોવાથી હાઈવે પરનો ટ્રાફિક વન-વે કરી દેવામાં આવ્યો છે. જેના કારણે મિલકમાં ભૈરવ બાબા મંદિર પાસે બે બસો સામસામે ધડાકાભેર અથડાઈ હતી. સૂત્રો દ્વારા જાણવા મળતી માહિતી મુજબ લગભગ સવારે 4:00 વાગ્યે લખનઉથી દિલ્હી જઈ રહેલી સાહિબાબાદ ડેપોની જનરથ બસ હરિદ્વારથી શ્રાવસ્તી જઈ રહેલી ખાનગી વોલ્વો બસ સાથે ભટકાઈ હતી. બંને બસના આગળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો. અકસ્માત બાદ ઘટનાસ્થળે એક સમયે ઘાયલોમાં બૂમાબૂમ થઈ ઉઠી હતી. અકસ્માતની જાણ મળતા જ ઘટના સ્થળે પહોંચેલી એમ્બ્યુલન્સ દ્વારા બંને બસમાંથી ઈજાગ્રસ્તોને શહેરની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં ઘાયલોને જોઈને હોસ્પિટલ સ્ટાફ અને ડોક્ટરો પણ ચોંકી ઉઠ્યા હતા. હોસ્પિટલ પરિસરના ફ્લોર પર પડેલા ઈજાગ્રસ્તો દર્દથી પીડાઈ રહ્યા હતા. હોસ્પિટલમાં જ્યા જુઓ ત્યાં લોહીથી લોથપોથ ઘાયલ મુસાફરો નજરે પડી રહ્યા હતા.

જિલ્લા મેજિસ્ટ્રેટે હોસ્પિટલ પહોંચીને ઘાયલોની ખબર અંતર પૂછી

ગંભીર રીતે ઘાયલ 17 મુસાફરોને જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. 13 મુસાફરોને મિલક હોસ્પિટલમાં દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી છે. પ્રાથમિક સારવાર બાદ અન્ય મુસાફરો રવાના થયા હતા. દુર્ઘટનાની માહિતી મળતા જ જિલ્લા મેજિસ્ટ્રેટ જોગેન્દ્ર સિંહ અને પોલીસ અધિક્ષક વિદ્યાસાગર મિશ્રા પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જિલ્લા મેજિસ્ટ્રેટે જણાવ્યું કે, મૃતકોમાં ખાનગી બસનો ડ્રાઈવર પણ સામેલ છે. જિલ્લા મેજિસ્ટ્રેટે હોસ્પિટલ પહોંચીને ઘાયલોની ખબર અંતર પણ પૂછી હતી. તેમણે ઘાયલોને યોગ્ય સારવાર આપવા અને મુસાફરોને ઘરે લઈ જવા માટે વાહનોની વ્યવસ્થા કરવાનો નિર્દેશ આપ્યો હતો. અકસ્માતની ઘટનાને પગલે બનાવવાળા સ્થળે તેમજ હોસ્પિટલમાં સગા સંબંધીઓના ટોળા ઉમટી પડ્યા હતા.

geogujaratnews
Author: geogujaratnews

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *