Geo Gujarat News

અંકલેશ્વર: વાયરલ એનકેફેકાઇટીસ( ચાંદીપૂરા ) રોગ અટકાયતીના ભાગરૂપે દવાઓનો છંટકાવ શરૂ

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કેસો સામે આવી રહ્યા છે ત્યારે ભરૂચ જિલ્લામાં આરોગ્ય વિભાગ સાથે નગરપાલીકાઓ અને તાલુકાકક્ષાએ પણ એક્શન મોડમાં તંત્ર અગમચેતીના ભાગરૂપે નક્કકર કામગીરી કરી રહી છે. ભરૂચ જિલ્લામાં આવો એકપણ કેસ સામે આવ્યો નથી. આજરોજ અંકલેશ્વર નગર પાલીકા દ્નારા અગમચેતીના ભાગરૂપે અંકલેશ્વર શહેરના સ્લમ વિસ્તારો, શહેરની તમામ શાળા અને આંગણવાડીમા મેલોથીનના ૫% દવા છંટકાવની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જાહેર માર્ગો પણ સાફ- સફાઈ કરી દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *