ભરૂચ જિલ્લાની આરોગ્ય ટીમ દ્વારા વાયરલ એનકેફેકાઇટીસ (ચાંદીપૂરા) રોગ અન્વયે અટકાયતી ના ભાગરૂપે નેત્રંગ, વાલીયા,ઝઘડીયા, આમોદ, જંબુસર, હાંસોટ, અંકલેશ્વર, ભરૂચ, વાગરા તાલુકાઓમાં ૪૯૦ જેટલી આરોગ્યની ટીમ દ્વારા અંદાજિત ૩૫,૧૪૩ ઘરોનો સર્વે કરવામાં આવ્યો છે. હજુ પણ આ સર્વેની પ્રકિયા ચાલુ જ છે. આ સર્વેની કામગીરી દરમ્યાન તમામ તાલુકાઓના ૪૫૫ ગામોને આવરી લેવામાં આવેલા છે. જેમાં માટીના, કાચા તિરાડ વાળા અને ઝૂંપડા આકારના ઘરોમાં માટીના લીપણ મકાનની તિરાડો પુરાવાની કામગીરી કરવામાં આવી છે. સાથે આવા મકાનોની ધાર પર જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે.

વધુમાં ચાર તાલુકાઓમાં સઘન સર્વિલન્સ અને ડસ્ટીંગ કામગીરી તમામ ગામોની અંદર અને શહેરી વિસ્તારમાં કરી તથા અન્ય તાલુકાઓમાં પણ ડસ્ટીંગ કામગીરી આરોગ્ય ટીમ દ્વારા ચાલુ કરવામાં આવી છે. તેમ આરોગ્ય વિભાગ દ્નારા મળેલી માહિતી પ્રમાણે આગામી દિવસોમાં તમામ નગરપાલિકા અને તાલુકા પંચાયત, ગામ પંચાયત સાથે સંકલન કરીને વિસ્તારમાં પૂર્ણ કામગીરી કરવામાં આવશે. તમામ કાચા ઘરો છે કે જે માટીના લીંપણ વાળા ઘરો છે ત્યાં મેલેથીયોન ડસ્ટિંગ કરવાનું આયોજન જીલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કરવામાં આવેલું છે. આરોગ્ય તંત્ર દ્વારા દવાઓનો સ્ટોકની પૂરતા પ્રમાણમાં વ્યવસ્થા કરવામાં આવેલ છે. તેમજ પીવા લાયક પાણીમાં ક્લોરીનેશન માટેની તથા મચ્છર ઉત્પતિ સ્થાનોની પણ તપાસણી કરવામાં આવી રહી છે જો કેસ મળે ત્યાં એન્ટોલોજીકલ ટીમ દ્વારા કોઈ વેકટર હોય તો તેને પણ શોધી કાઢવા પ્રયત્ન કરવામાં આવે છે.
તમામ કાચા ઘરો છે કે જે માટીના લીંપણ વાળા ઘરો છે ત્યાં મેલેથીયોન ડસ્ટિંગ કરવાનું આયોજન

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com