- એસ.ટી બસ પાણીમાં ફસાઈ
- સલામત સવારી અસલામત થઈ
- મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા
અંકલેશ્વરમાં ખાબકેલા ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.જોકે મેઘમહેરના પગલે જાહેરમાર્ગ પર ઠેર ઠેર ટ્રાફિકજામ સર્જાયો હતો.આ ચક્કાજામથી મુક્ત થઈને સર્વિસ રોડ પરથી પસાર થતી એસટી બસ પાણીમાં ફસાઈ હતી.જેના કારણે મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા.

ભરૂચ જીલ્લામાં સતત મેઘમહેર યથાવત રહેવાના કારણે ઠેર ઠેર પાણી ભરવાની ઘટના પ્રકાશમાં આવી છે.ત્યારે વરસાદને પગલે ૨૪ કલાકથી ટ્રાફિકજામની સ્થિતિ પણ સર્જાઈ છે.મુખ્ય માર્ગ પર પાણીએ જમાવટ કરતાં વાહનોની કતાર લાગી છે.ગુજરાત રાજ્ય પરિવહન નિગમની એસટી બસના ચાલકે ટ્રાફિકથી મુક્ત થવા અને પોતાના સ્ટેશન સુધી નિધૉરિત સમયમાં પહોંચવા માટે અંકલેશ્વરના પિરામણ ગામથી આમલાખાડી પાસેના માર્ગથી પસાર થઈ હતી.જોકે ત્યાં માર્ગમાં જ પાણીમાં બસ ફસાઈ ગઈ હતી.વરસાદી પાણીમાં બસ ફસાવવાના કારણે મુસાફરોમાં પોતાની સુરક્ષાને લઈને ચિંતાનું મોજું ફરી વળ્યું હતું.

જોકે ભારે જહેમત બાદ વરસાદી પાણીમાં ફસાયેલી એસટી બસને જેસીબી મશીનની મદદથી બહાર કાઢવામાં આવી હતી.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com