Geo Gujarat News

અંકલેશ્વર: દિવાલો પછી હવે અંકલેશ્વરના ઓએનજીસી બ્રિજના રોડનો વારો

  • અંકલેશ્વર ONGCના રોડ પર પણ હવે ભ્રષ્ટાચારી તિરાડો દેખાવા માંડી.!!
  • અગાઉ પ્રોટેકશન વોલમાં તિરાડ જોવા મળી હતી અને બાદમાં ભુવા પણ પડ્યા હતા..
  • બિહારવાળી તો નહિં થાય ને તે વિચારમાત્રથી લોકો ફફડી રહ્યા છે..

તાજેતરમાં જ વાહન વ્યવહાર અર્થે ખુલ્લા મુકાયેલા અંકલેશ્વરના ઓએનજીસી ઓવરબ્રિજના ડામર માર્ગ પર હવે તિરાડ નજરે પડતા બ્રિજની કામગીરી સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. અગાઉ આ બ્રિજ ઉપર ભુવા પડ્યા હતા તેમજ પ્રોટેકશન વોલમાં તિરાડ જોવા મળી હતી. આ બ્રિજને છેલ્લા એક વર્ષથી સમારકામ માટે બંધ કરી દેવામાં આવ્યો હતો અને બે મહિના પૂર્વે તેને શરૂ કરવામાં આવ્યો છે. આખા વર્ષનો સમય લઈને પણ કોઈ જ કામ નથી કર્યું એવું લોકોને લાગી રહ્યું છે.


અંકલેશ્વરનો ઓએનજીસી ઓવરબ્રીજ શરૂઆતથીજ તેની કામગીરીના કારણે વારંવાર વિવાદોમાં રહે છે.તાજેતરમાં જ વાહન વ્યવહાર માટે શરૂ કરાયેલ ઓ.એન.જી.સી ઓવરબ્રિજના ડામર માર્ગ પર તિરાડો પડી છે.અંકલેશ્વરમાં મુશળધાર વરસાદ ખાબક્યો હતો જેમા બ્રિજના માર્ગનું ધોવાણ થયુ હોય એવુ લાગી રહ્યુ છે.માર્ગના સમારકામના ગણતરીના દિવસોમાં જ તિરાડ પડતા કામગીરીની ગુણવત્તા સામે અનેક સવાલો ઊભા થયા છે.
આ અગાઉ પણ બ્રિજની પ્રોટેક્શન વોલમાં તિરાડો નજરે પડી હતી ત્યારે બ્રિજની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ થયા હતા. ઓ.એન.જી.સી બ્રિજને છેલ્લા એક વર્ષથી સમારકામ અર્થે બંધ રાખવામાં આવ્યો હતો અને બે મહિના પૂર્વે તેને શરૂ કરવામાં આવ્યો છે.પરંતુ વારંવાર જોવા મળતા આ પ્રકારના દ્રશ્યો બ્રિજની કામગીરી પર અનેક પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. તાજેતરમાં બિહારમાં એક પછી એક પુલો ધસી પડવાના બનાવ બન્યા હતા. તેથી લોકો આ ઓએનજીસી બ્રીજમાં બિહારવાળી તો નહિં થાય ને તે વિચારમાત્રથી લોકો ફફડી રહ્યા છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *