Geo Gujarat News

આમોદ: સમની ગામે 17 વર્ષીય યુવાનને વીજકરંટ લાગતા તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું

આમોદ તાલુકાના સમની ગામમાં દેવાભાઇ બુધાભાઇ વસાવા (ઉં.વ. ૧૭)ની દુકાન આવેલી છે. આ દુકાનના પતરા ઉપરથી ઇલેક્ટ્રિક વીજકરંટ પસાર થતો હોવાની જાણ દેવા ભાઈને ન હોવાથી દેવાભાઇ અજાણથી દુકાનના પતરાને અડી જતાં તેમને વીજળીનો શોક લાગવાથી તેમનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. આ ઘટનાની જાણ આમોદ પોલીસને થતાં પોલીસનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી મૃતકના પીએમની કાર્યવાહી કરી હતી.આ ઘટનાથી સમગ્ર સમની ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

યાસીન દિવાન, આમોદ

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *