Geo Gujarat News

ઝઘડીયા: તાલુકા પંચાયતના પ્રમુખ દ્વારા ચાંદીપુરા રોગ સામે સાવચેતીના પગલા ભરવા આરોગ્ય વિભાગને પત્ર લખવામાં આવ્યો

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકા પંચાયતના પ્રમુખ જયેન્દ્ર વસાવા દ્વારા આજરોજ જિલ્લા આરોગ્ય વિભાગને પત્ર લખી ચાંદીપુરા વાયરસ સામે સાવચેતીના પગલાં લેવા જણાવ્યું છે.

તેઓએ પત્રમાં જણાવ્યું હતું કે હાલ રાજ્યભરમાં ચાલતા ચાંદીપુરા વાઇરસ તથા મચ્છર જન્ય રોગો ફેલાતા હોય જે ઝઘડીયા તાલુકામા ગ્રામજનો તેમજ વધારે વસ્તીવાળા વિસ્તારમાં ચાંદીપુરા વાઇરસ તથા મચ્છર અને પાણીજન્ય રોગોનો ઉપદ્રવ અટકાવવા માટે જરૂરી દવાઓનો છંટકાવ કરવા જરૂરી કાયૅવાહી કરવા ની માંગ કરવામાં આવી છે અને વધુ મા જણાવ્યું હતું કે ઝઘડીયા તાલુકાની બાજુના નેત્રંગ તાલુકાના ધાંણીખૂટ ગામ ખાતે ચાંદીપુર વાઇરસનો એક શંકાસ્પદ કેશ મળી આવતા ઝઘડીયા તાલુકામાં પણ સાવચેતીના પગલા ભરવા જરૂરી છે, તેમજ તાકીદે મેડીકલ સર્વે તેમજ દવાનો છંટકાવને લગતી કામગીરી તાત્કાલીક ધોરણે કરવામાં આવે એવી માંગ તાલુકા પંચાયતના પ્રમુખ દ્વારા કરવામાં આવી હતી.

કાદર ખત્રી, ઝઘડિયા

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *