Geo Gujarat News

ભરૂચ: ધર્મનગર સોસાયટીના મકાનમાંથી 1.10 લાખની મત્તાની ચોરી કરી તસ્કરો ફરાર, પોલીસે તપાસ હાથ ધરી

ભરૂચ શહેરના ઝાડેશ્વર રોડ પર આવેલી ધર્મનગર સોસાયટીમાં રહેતાં પિયુશ પટેલ મોબાઇલ ડિસ્ટ્ર્યુબિશનનો વેપાર કરે છે. પોલીસ માહિતી અનુસાર, રાત્રીએ તેઓ તેમના ઘરના ઉપરના માળે આવેલાં બેડરૂમમાં સુવા માટે ગયા હતા. સવારે ઉઠતા નિત્યક્રમ મુજબ દંપત્તિ મકાનના ગ્રાઉન્ડ ફ્લોર પર આવતાં તેમના ઘરના બેડરૂમના દરવાજા ખુલ્લા હોવાથી મકાનમાં ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું.

ઘરમાં તપાસ કરતાં નીચે રસોડાની બાજુમાં આવેલાં બેડરૂમની બારીની ગ્રીલના સળિયા તોડી નાખેલા જણાતા તેમણે તેમના ઘરની બહાર લગાવેલાં સીસીટીવીના ફૂટેજ તપાસતા રાત્રીના 1 વાગ્યાના અરસામાં 2 શખ્સોએ ચોરી કરી ચોરીનો સામાન લઇને ફરાર થતાં નજરે પડ્યા હતા. ઘરમાંથી 47 હજારની 3 મોંઘીદાટ ઘડિયાળ તેમજ રોકડા 63 હજાર મળી કુલ 1.10 લાખની મત્તાની ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા હતા. બનાવ અંગે મકાન માલિકે ભરૂચ શહેર સી’ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી ચોરોનું પગેરું શોધવાની દિશામાં તપાસ શરૂ કરી છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *