આધાર કાર્ડ હવે દરેક વ્યકિત માટે જીવન જરૂરિયાત માટેનુ એક સાધન બની ગયું હોઈ ત્યારે આમોદ તાલુકામાં આધારકાર્ડના ફક્ત એક, બે કેન્દ્ર આપવામાં આવેલા હોવાથી સમગ્ર તાલુકાનાં લોકોને છેલ્લાં ત્રણ દિવસથી ખૂબ જ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.
સ્કૂલમા જતા વિદ્યાર્થીઓ, રોજબરોજ મજુરી કરી કામ પર જતા મજુરીઓ પાછલા ત્રણ દિવસથી સવારના 09:00 વાગ્યાથી આધાર કાર્ડનું કામ કરાવવા આધાર કાર્ડ સેન્ટર પર સાંજ સુધી વલખા મારે છે. અગમ્ય કારણોસર આધર કાર્ડ સેન્ટર પર કોઈ પણ પ્રકારના કામ થતા ન હોવાથી ગામડાઓમાથી આમોદ ભાડુ ખર્ચી આવેલ ગરીબ વર્ગના લોકોને ધરમના ધક્કા ખાવા પડતાં હોઈ છે જેને લઇ પંથકનાં લોકોમાં તંત્ર વિરુદ્ધ રોષ જોવા મળી રહ્યો છે જ્યારે આમોદ તાલુકામાં તેમજ રાજ્ય ભરમાં સરકાર આઘાર કાર્ડ અપડેટ માટે દરેક ગામ પંચાયત કચેરી ખાતે એક એક સેન્ટર ખોલે તો ગામડેથી પોતાની મજુરી કામ છોડી આવતાં લોકોના ભાડા સહીત સમયનો પણ બચાવ થઈ શકે છે. તે દિશામાં સરકાર કામગીરી કરે તેમ લોકો ઇચ્છી રહ્યા છે.
યાસીન દિવાન, આમોદ