Geo Gujarat News

ભરૂચ: નબીપુર વિસ્તારમાં ભારે વરસાદ થતા ખેતરો અને નાળાંમાં પાણીમાં ભરાયા, માછલીઓ રસ્તા ઉપર જોવા મળી

હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીના પગલે નબીપુર પંથકમાં ગઈકાલ રાત્રી થી અવિરત વરસાદ વરસી રહ્યો છે. જેને પગલે ખેતરો અને નાળાઓ મા નવા નીર ઉમેરાતા ચારેબાજુ પાણીજ દેખાય છે.

વરસાદના અતિરેકને કારણે ધરતીનો તાત ગણાતા ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાયા છે. જે ખેડૂતોએ ખેતરોમાં પાકની રોપણી કરી છે તે સંપૂર્ણ નાશ પામે એવી હાલત થઈ છે જેને કારણે ખેડૂતો ઘેરી ચિંતામાં સારી પડયા છે.

ખેતરો અને નાળા પાણી થી તરબોળ, ધરતીનો તાત ચિંતિત

ચાલુ વરસાદે અચરજ પમાડે એવી ઘટના પણ સામે આવી છે જેમાં માછલીઓ જે જળ જીવ કહેવાતું છે તે પણ રસ્તાઓ ઉપર સાહેલગાહે નીકળી પડી હતી.

જો વરસાદની આ તોફાની બેટિંગ વણથંભી રહેશે તો શાકભાજી નો પાક ધોવાઈ જવાની દહેશત સેવાઈ રહી છે. હજુ પણ આગામી દિવસમાં અતિ ભારે વરસાદ ભરૂચ જિલ્લા મા થશે એવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ રહી છે. આ અવિરત વરસાદમાં નબીપુર ગ્રામ પંચાયત અસરગ્રસ્તો માટે મદદરૂપ થવા માટે સજ્જ છે. અને ગ્રામજનોને કોઈ વિપડામાં ગ્રામ પંચાયત નો સમ્પર્ક કરવા અથવા ગામના તલાટી નો સંપર્ક કરવાની અપોલ કરાઈ છે.

સલીમ કડુજી, નબીપુર

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *