Geo Gujarat News

ભરૂચ: 28 વર્ષીય દિવ્યાના મૃત્યુ બાદ તેમના પરિવારે તેનું દેહદાન અને ચક્ષુનું દાન કરી માનવતાનું કાર્ય કર્યું

ભરૂચની દહેજ બાયપાસ રોડ સ્થિત વી.ડી.ટાઉનશિપ માં રહેતી 28 વર્ષીય દિવ્યાના મૃત્યુ બાદ તેના માતા પિતા અને તેમના પરિવારે તેનું દેહદાન અને ચક્ષુનું દાન કરીને બે વ્યક્તિઓના જીવનમાં નવો પ્રકાશ ફેલાવ્યો છે.

ભરૂચની વી.ડી. ટાઉનશીપમાં નિવૃત્તિમય જીવન ગુજારતા રાજેશભાઇ અને સંગીતાબેન મોકણીની 28 વર્ષીય એકની એક પુત્રી દિવ્યા હતી તેઓએ તેને લાડ પ્યારમાં ઉછેરી મોટી કરી હતી.દિવ્યા વડોદરાની પારુલ યુનિવર્સિટીમાં બીએસડબ્લ્યુમાં અભ્યાસ કરી રહી હતી.જોકે આ સમય દરમિયાન દિવ્યા કોરોના પોઝિટિવ થયા બાદ GBS ગુઇલેન બેરે સિન્ડ્રોમ નામની બીમારીમાં સપડાઈ હતી.આ બીમારી પેહલા 10 લાખે એકને અને હાલ ચિંતાજનક એક લાખે એક વ્યક્તિને થાય છે. ગુલિયન બેરે સિન્ડ્રોમ એક સ્વપ્રતિરક્ષા રોગ છે. સ્વપ્રતિરક્ષા રોગમાં, શરીરની રોગપ્રતિકારક શક્તિ તંદુરસ્ત ચેતા પર હુમલો કરે છે.એટલે કે પોતાના જ શરીરની ઇમ્યુનિટી સિસ્ટમ રોગ પ્રતિકારક શક્તિ શરીરના સારા સેલને મારી નાખે છે.તંદુરસ્ત ચેતા પર હુમલામાં ધીમે ધીમે શરીરના અન્ય ચેતાઓ અને અવયવોને હાનિ પોહચાડે છે.

જેથી માતા પિતા બંને પર જાણે આભ ફાટ્યું હતું તેમ છતાંય બંનેએ સહેજ પણ હિંમત હાર્યા વગર પુત્રીની સારવાર કરાવવામાં વડોદરાથી મુંબઈ સુધી ફર્યા હતા. પરતું તેઓ તેમની એકની એક વ્હાલસોઈ પુત્રી દિવ્યા બચાવી ન શક્યા અને તેણીનું બુધવારના રોજ અવસાન થયું હતું.જયારે બીજી તરફ ભરૂચમાં કાર્યરત સંકલ્પ ફાઉન્ડેશન ગૌતમ મહેતાએ તેમનો સંપર્ક કરીને પુત્રીના દેહદાન માટે વાતચીત કરતા માતા પિતા દ્વારા પુત્રીના દેહ અને ચક્ષુનું દાન કરાયું છે.જેમાં પ્રથમ તેની આંખોનું દાન કરીને બે લોકોને નવી રોશની બતાવી છે.

જ્યારે સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા મૃતક દિવ્યાના દેહને પરિવારજનોની હાજરીમાં સન્માન આપી મેડિકલ કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓના અભ્યાસ અર્થે દેહને દાહોદ ઝાયડસ મેડીકલ કોલેજ ખાતે મોકલવામાં આવ્યો હતો.આ સેવાકીય પ્રવૃત્તિમાં સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચના સંજય તલાટી,અશોક જાદવ,ગીરીશ પટેલ,હાજર રહ્યા હતા.દેહદાનના આ સેવાકાર્યમાં જયાબેન મોદી હોસ્પિટલના ડૉ અંજનાબેન, રોટરી નાહાર ચક્ષુ બેંક અને ઝાયડસ મેડિકલ કૉલેજના ડીન ડૉ ત્રિપાઠી તથા ડોક્ટર ની ટીમે હાજર રહી દેહદાન સ્વીકાર્યું હતું.જ્યારે દિવ્યાની અંતિમ યાત્રામાં સ્થાનિક લોકોએ સલામી આપી ફૂલોની વર્ષા કરી હતી.

geogujaratnews
Author: geogujaratnews

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *