Geo Gujarat News

ભરૂચ: પાંચબત્તીથી મહમદપુરાને જોડતો માર્ગ અતિ બિસ્માર બનતા સ્થાનિકોએ રસ્તા રોકો આંદોલન કરી વિરોધ નોંધાવ્યો

ભરૂચમાં ચોમાસાની સિઝનમાં મોટાભાગના તમામ માર્ગો બિસ્માર બન્યા છે ત્યારે શહેરના પાંચબત્તીથી મહંમદપુરાને જોડતો માર્ગ અતિ બિસ્માર બન્યો છે.બિસ્માર માર્ગના પગલે વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. ત્યારે આજરોજ સ્થાનિકો અને રીક્ષા એસોસિયેશન દ્વારા વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્થાનિકો દ્વારા રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું હતું અને માર્ગના સમારકામની માંગ કરવામાં આવી હતી. જો કે પોલીસે ઘટના સ્થળે પહોંચી અને વાહનવ્યવહાર પૂર્વવ્રત કરાવ્યો હતો. સ્થાનિકોના આક્ષેપ અનુસાર માર્ગનું પદ્ધતિસર સમારકામ નથી કરવામાં આવતુ. માત્ર થીંગડા પુરી તંત્રના અધિકારીઓ જતા રહે છે જેના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. બિસ્માર્ગના પગલે આમ રોડ પર વારંવાર ટ્રાફિકજામની પરિસ્થિતિનું પણ નિર્માણ થાય છે. ત્યારે આ માર્ગનું વહેલામાં વહેલી તકે સમારકામ કરાવવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *