Geo Gujarat News

વાગરા: સાયખામાં ભરૂચ નગરપાલિકા દ્વારા નાંખવામાં આવનાર કચરો બંધ કરવા કલેકટરને આવેદન પાઠવાયું

સાયખાં,વહિયાલ,સારણ તેમજ કોઠીયા ગામના આગેવાનોએ ડમપિંગ સાઈડથી ઉભી થનાર સમસ્યાઓથી કલેકટરને અવગત કર્યા

સાયખાં GIDC વિસ્તારમાં અનેક વિધ ઉદ્યોગો આકાર લઈ રહ્યા છે.આ વિસ્તાર કેમીકલ કંપનીઓથી ધમધમતો થયો છે.અને હજુ પણ સેંકડો નાની મોટી કંપનીઓ આવવાની છે.સ્થાનિકો પોતાના સ્વાસ્થ્યને લઈ ચિંતિત બન્યા છે. ત્યારે ભરૂચ નગરપાલિકા દ્વારા ગંદો કચરો નાંખવા માટે સાયખાં GIDC માં ડમપિંગ સાઈડ ઉભી કરવામાં આવતા આસપાસના ગામના લોકો રોષે ભરાયા છે.અને ડમપિંગ સાઈડ નો પુરજોશમાં વિરોધ નોંધાવી રહ્યા છે. સ્થાનિકો ગંદા કચરાને લઈ માનવીના આરોગ્ય પર ઉભી થનારી સમસ્યાઓને લઈ ગંભીર બન્યા છે.આ અંગે સાયખાં આપસપાસના ગામો સાયખાં, સારણ,વહિયાલ અને કોઠીયા સહિતના ગામના લોકો ભરૂચ જિલ્લા સમહર્તાની મુલાકાત લઈ નગરપાલિકા ની ડમપિંગ સાઈડ ને લઈ ભવિષ્યમાં ઉભી થનારી સમસ્યાઓ થી અવગત કર્યા હતા. અને માનવી ના જીવન સાથે થનારા ચેડાંને અટકાવવા આવેદન પાઠવ્યુ હતુ. આ અંગે વહિયાલ ના ખેડૂત અગ્રણી અજીતસિંહ રાજ એ સાયખાં GIDC માં ઠાલવવામાં આવતા ગંદા કચરાને કારણે ઉતપન્ન થતી માંખીઓ ને લઈ ચાંદીપુરા વાયરસ ફેલાશેની ચિંતા વ્યક્ત કરી હતી.આમ લોકોના સ્વાસ્થ્ય ને ઝોખમમાં મુકતી ડમપિંગ સાઈડ તાત્કાલિક અસરથી બંધ કરવા તેમણે જણાવ્યુ હતુ.

વાગરાના ધારાસભ્યએ સાયખાં GIDC માં કચરો નહિ નાંખવા અંગે મુખ્યમંત્રીને પત્ર લખ્યો..

જ્યારે સ્થાનિકોએ વાગરા ધારા સભ્યને પણ આવેદન પાઠવ્યુ હતુ. જેને પગલે પોતાના મતક્ષેત્રમાં આવતી ડમપિંગ સાઈડને કારણે ઉદ્દભવનારી સમસ્યા ડામવા મંજૂરી નહીં આપવા અંગેનો મુખ્યમંત્રીને એક પત્ર પાઠવ્યો હતો.ભરૂચ થી કચરો સાયખાં ઠલવાતા ડીઝલ નો ખોટો વ્યય થશેનું પણ પત્રમાં ઉલ્લેખ કર્યો હતો.

મત વિસ્તારના લોકોના આરોગ્ય ના ભોગે કોઈ હિસાબે ડમપિંગ સાઈડને ચલાવી નહિ લેવાય : અરુણસિંહ રણા, ધારાસભ્ય – વાગરા વિધાન સભા..

આ અંગે ટેલિફોનિક વાતચીતમાં ધારાસભ્ય અરુણસિંહ રણા એ જણાવ્યુ હતુ કે પોતાના મત વિસ્તારના લોકોના આરોગ્યના ભોગે કોઈ હિસાબે ડમપિંગ સાઈડને ચલાવી નહિ લેવાય.હાલ તો સાયખાં પંથકના ગામના લોકોએ આવેદન પાઠવી સંતોષ માન્યો છે.જોવુ રહ્યુ કે આગામી સમયમાં ભરૂચ નગરપાલિકા દ્વારા ઠલવાતો કચરો બંધ થાય છે, કે ચાલુ રહે છે એ તો સમયજ બતાવશે.આવેદન પાઠવવા સાયખાંના જ્યેન્દ્રસિંહ,સતિષભાઈ, સુનિલસિંહ રાજ,સારણના મુન્નાભાઈ સહિતના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

geogujaratnews
Author: geogujaratnews

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *