Geo Gujarat News

અંકલેશ્વર: ગુજરાત વકફ બોર્ડની કચેરીના વેચાણ તથા ભાડા પેટેની પરવાનગીના બોગસ હુકમો બનાવનાર માસ્ટર માઈન્ડ મહિલા કર્મચારી ઝબ્બે

અંકલેશ્વર શહેર બી.ડિવિઝન પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ ગુજરાત વકફ બોર્ડ કચેરીની વેચાણ તથા ભાડા પેટી ની પરવાનગીના 2015 ના વર્ષના બોગસ હુકમો બનાવી ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના જીતાલી તેમજ કોસંમડી ગામના ટ્રસ્ટીઓને આપવામાં આવ્યા હતા. જે બાબતે છેલ્લા એક વર્ષથી ખૂબ જ ચર્ચાઈ રહેલ મુખ્ય સૂત્રધાર પૈકી ઈકબાલ દરૈયાને ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે અંકલેશ્વર તાલુકાના ગુમાનદેવ ખાતેથી ઝડપી પાડ્યો હતો. જેના થોડા સમયમાં જ મુખ્ય સૂત્રધાર પૈકી એવી સમગ્રકાંડની માસ્ટર માઇન્ડ એવી ગુજરાત રાજ્ય વકફ બોર્ડ કચેરી ખાતે ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતી મહિલાની પણ આજરોજ અટકાયત કરવામાં આવી હતી. બોગસ દસ્તાવેજી પ્રકરણમાં મહિલા અફસાના બાનુ મહંમદ રફીક અશરફ મિયા કાઝી રહે. બાગબાન ડુપ્લેક્સ રજાક મસ્જિદની સામે.લ, ફતેવાડી વેજલપુર અમદાવાદ દ્વારા એક કે બે વખત નહીં પરંતુ પાંચ વખત ખોટા બનાવટી દસ્તાવેજ બનાવી નોંધણી અધિનિયમનો ભંગ કરી છેતરપિંડી કરી તેનો ખરા તરીકે ઉપયોગ કરી અનેક વખત આ પ્રકારનો ષડયંત્ર રચી જમીન વેચાણ કરવામાં આવ્યું હોય અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે મહિલા ને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે નોંધણી અધિનિયમની કલમ 82 એ,બી,સી,ડી મુજબ તથા આઇપીસી કલમ 465, 467, 468, 471 અને 120 બી મુજબની કાર્યવાહી કરી મહિલા આરોપીને હસ્તગત કરી લઈ પોલીસે આ બનાવ બાદ અન્ય કોઈ જગ્યા ઉપર આ રીતે બનાવટી દસ્તાવેજ દ્વારા જમીનનો ગેર રીતે ઉપયોગ કર્યો છે કે કેમ ?? તે દિશામાં તપાસ નો ધમધમાટ શરૂ કર્યો છે

સુત્રીય માહિતી મુજબ જો ઉંડાણ પુર્વક તપાસ કરવામાં આવે તો અનેક વકફ ભૂમાફિયાઓના નામ બહાર આવે તેમ છે. અફસાના કાજી અને મુકેશ જૈન ફરાર હોવાથી ભરૂચ પોલીસ તેમની ધરપકડ માટે સતત પ્રયત્ન કરતી હતી અગાઉના દિવસોમાં મુકેશ વનરાજ જૈન ની પણ ધરપકડ થાય તો અનેક રહસ્યો ઉપર થી પરદા ઉચકાશે તેમ હાલ તો લાઞી રહ્યું છે અફસાના કાજીના ૭ ગુનાઓમાં નામ ખુલવા પામેલ છે અને મુકેશ જૈન નું ૬ જેટલા ગુનાઓમાં નામ ખુલવા પામ્યુ છે. એમના સાથે અન્ય કોણ કોણ આ સમઞ પ્રકરણમાં સામેલ છે અને લેટર ક્યાં અને કોણે બનાવેલ છે તે બાબતે હાલ તો પોલીસ તપાસ શરૂ કરી છે

geogujaratnews
Author: geogujaratnews

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *