વાગરા તાલુકાના દહેજ સ્થિત એમ.આર.એફ કંપનીમાં ટ્રેની કર્મીઓને પરમેનન્ટ નહિ કરતા ગેટના ઉપર હંગામો થવા પામ્યો હતો.જ્યાં સુધી પોતાની માંગ પુરી ન થાય ત્યાં સુધી કામદારો લડી લેવાની ચીમકી ઉચ્ચારી હતી. દહેજના રહિયાદ નજીક આવેલ એમ.આર.એફ કંપનીમાં નોકરી પર કાયમી નહી કરતા ૫૦ થી વધુ ટ્રેની કામદારોએ કંપની ગેટ ઉપર હંગામો કરી વિરોધ નોંધાવ્યો હતો. તેઓની સાથે કંપનીએ છેતરપિંડી કરી હોવાની વાત કરી હતી.

હાલ તો કંપની ગેટ પર કામદારો પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે.તો બીજી તરફ કંપની સંચાલકોએ ટ્રેની કામદારોને એન.એ.પી.એસ. હેઠળ કામ કરવા જણાવ્યુ હતુ.જો કે ટ્રેની કામદારોએ તેમના પ્રસ્તાવ ને નકારી દીધો હતો.હાલ તો કામદારો કંપની ગેટ ના ઉપર પોતાની માંગ ન સ્વીકારાય ત્યાં સુધી લડી લેવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com