Geo Gujarat News

ભરૂચ: નડિયાદમાં ખેલકૂદ મંડળ અને ગુજરાત દ્વારા માસ્ટર સ્ટેટ એથલેટિકમાં ઝડપી ચાલમાં દ્વિતીય નંબર મેળવ્યો

નડિયાદ ખાતે યોજાયેલી રાજ્ય કક્ષાની માસ્ટર એથલેટિક્સ ચેમ્પિયનશિપમાં ભરૂચ જિલ્લાના જબુંસરના સિનિયર સીટીઝને પાંચ કિમી ચલદ ચાલ સ્પર્ધા દ્વિતીય નંબરે વિજેતા બની ભરૂચ અને જબુંસર નગરનું ગૌરવ વધાર્યુ છે.હોવી તેઓ રાષ્ટ્રીય સ્તરે કેરાલા રમવા જનાર છે.

ખેલકૂદ મંડળ,ગુજરાત સ્ટેટ દ્વારા રાજ્ય કક્ષાની માસ્ટર એથલેટિક્સ ચેમ્પિયનશિપનું આયોજન મરીડા ભાગોળ, સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, નડિયાદ મુકામે યોજવામાં આવી હતી.જેમાં સમગ્ર ગુજરાત રાજ્યના 29 જેટલા રમતવીરોએ ભાગ લીધો હતો.જેમાં 35 વર્ષથી 90 વર્ષ સુધીના ખેલાડીઓ ઉત્સાહ પુર્વક જુદી જુદી સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો.જેમાં ભરૂચ જિલ્લાના જાણીતા 66 વર્ષીય રમતવીર હસમુખ જંબુસરિયા કે જેઓ હાલમાં તેઓએ 65 પ્લસ વિભાગમાં પાંચ કી.મી.ની ઝડપી ચાલ સ્પર્ધામાં ભાગ લીધો હતો.

આ ઝડપી ચાલ સ્પર્ધામાં તેઓએ દ્વિતીય નંબરે વિજેતા થયા હતા.જેથી તેઓનું ડૉ.હારૂન વિહળના વરદ હસ્તે સિલ્વર મેડલ તથા પ્રમાણપત્ર એનાયત કરીને સન્માનિત કરાયા હતા.તેઓએ આ મેડલ પ્રાપ્ત કરીને ભરૂચ અને જબુંસરનું નામ રોશન કર્યું છે.અત્રે ઉલ્લેખનીય છે કે હસમુખ જાંબુસરિયા છેલ્લા 15 વર્ષથી રાજ્ય કક્ષાએ વિજેતા થાય છે.હવે તેઓ રાષ્ટ્રીય કક્ષાએ કેરાલા ત્રિવેન્દ્રમમાં યોજાનાર સ્પર્ધામાં ભાગ લેવા જનાર છે.

geogujaratnews
Author: geogujaratnews

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *