આમોદની મિશ્ર શાળા 1 ના બાળકોને પ્રિ-વોકેશનલ અંતર્ગત બેગલેશ ડેની વિવિધ પ્રવુતિના અનુંસંધાનમાં આમોદ નગર સ્થિત ગાંધી આશ્રમ યાત્રી નિવાસ કેન્દ્રની મુલાકાતે લઇ જવામાં આવ્યા હતા. જ્યાં શાળાના બાળકોને મહાત્મા ગાંધીના વ્યક્તિત્વ ઉપર તેમજ દાંડી યાત્રા ઉપર શાળાના આસિસ્ટન શિક્ષક ઝાકીરહુસેનએ બાળકોને વિસ્તૃત માહિતી આપી હતી. અને કલા મહોત્સવની પ્રવુતિના ભાગ રૂપે જુદા-જુદા ધોરણના બાળકો વચ્ચે ચિત્ર સ્પર્ધા પણ રાખવામાં આવી હતી અને તમામ ભાગ લીધેલ બાળકોને પ્રોત્સાહિત ઇનામ આપી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો. આ વેળાએ શાળાના આચાર્ય, શિક્ષકગણ સહિત વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

યાસીન દિવાન, આમોદ
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com