Geo Gujarat News

આમોદ: જૂના કોબલા ગામે ભરવાડના કોડિયાં ઘરમાંથી મહાકાય અજગરનું રેસ્ક્યું કરાયું.

આમોદ તાલુકામાં જુના કોબલા ગામે એક ભરવાડના કોડિયાં ઘરમાં અજગર હોવાનું ગામના સરપંચને જાણ થતાં સરપંચે આમોદ વન વિભાગને જાણ કરી હતી.જેથી આમોદ વન વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર રમેશ ચૌહાણની સુચના અને માર્ગદર્શન હેઠળ ફોરેસ્ટર જશુભાઇ પરમાર,બીટ ગાર્ડ અનિલ પઢિયાર, વિપિન પરમાર,નેચર પ્રોટેક્શન ચેરીટેબલ ટ્રસ્ટના જીવદયા કાર્યકર અનિલ ચાવડાને સાથે રાખી જુના કોબલા ગામના મેહુલ ભરવાડના કોડિયાં ઘરમાં છુપાયેલા અજગરને શોધી કાઢી ભારે જહેમત બાદ આશરે નવ ફુટ લાંબા અજગરનું રેસ્ક્યું કરાયું હતું.

વન વિભાગે મહાકાય અજગરનું રેસ્ક્યું કરાતા પશુપાલન કરાતા ભરવાડોએ રાહત અનુભવી :-  મહાકાય અજગરને આમોદ વન વિભાગની કચેરીએ લાવી તેને નૈસર્ગીક વાતાવરણમાં મુકત કરવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે જૂના કોબલા ગામે ભરવાડ સમાજના વિસ્તારમા મહાકાય અજગરને આવી પહોંચતા આસપાસના પશુપાલકોમાં ફફડાટ જોવા મળ્યો હતો.પરંતુ વન વિભાગની ટીમે મહાકાય અજગરનું રેસ્ક્યું કરતા પશુપાલકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

યાસીન દિવાન, આમોદ

geogujaratnews
Author: geogujaratnews

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *