પાંચ વિભાગ પૈકી ત્રણમાં આછોદ કન્યા શાળા એકમાં આછોદ કુમાર શાળા તેમજ એક વિભાગમાં કોલવણા શાળાએ પ્રથમ ક્રમાંક મેળવ્યો

બાળ વૈજ્ઞાનિકોએ તેમની કૃતિઓ રજૂ કરી નિરીક્ષકોને અભિભૂત કર્યા હતા. : આમોદની કોલવણા પ્રાથમિક શાળામાં CRC આછોદ કુમાર ક્લસ્ટરનું ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજવામાં આવ્યુ હતુ. જેમાં ૧૧ શાળામાંથી ૨૯ કૃતિઓનું પ્રદર્શન કરવામાં આવ્યુ હતુ. ૧૧ શિક્ષકો સહિત ના ૬૦ બાળ વૈજ્ઞાનિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. પાંચ વિભાગ માં યોજાયેલ ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં વિદ્યાર્થીઓએ તેમનામાં રહેલ ગર્ભિત શક્તિઓના દર્શન કરાવ્યા હતા.પાંચ પૈકી ત્રણ વિભાગમાં આછોદ કન્યા શાળા અને એક વિભાગમાં આછોદ કુમાર શાળા અને એક વિભાગમાં કોલવણા શાળા એ પ્રથમ ક્રમાંક મેળવી તેમની શાળાઓનું ગૌરવ વધાર્યું હતુ.CRC કોઓર્ડીનેટર ઇમરાન પટેલ ના કન્વીનર પદે ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજવામાં આવ્યુ હતુ.

આ પ્રસંગે BRC આસિફભાઈ,કેરવણી નિરીક્ષક મનીષભાઈ ચૌધરી તેમજ સરપંચ ઝફર ગડીમલ ઉપસ્થિત રહી બાળ વૈજ્ઞાનિકો નો ઉત્સાહ વધાર્યો હતો.કોલવણા પ્રાથમિક શાળા ના શિક્ષકો દ્વારા વિજ્ઞાન પ્રદર્શનને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com