Geo Gujarat News

ભરૂચ: આજથી શરૂ થયેલા પિતૃપક્ષ માટે અનેક પરિવારોએ પ્રથમ શ્રાદ્ધ કર્યું, પૂર્વજોના આત્માની શાંતિ માટે તર્પણ વિધિ

આજથી શરૂ થયેલા પિતૃપક્ષની વિધિ 2 જી ઓકટોબર સુધી ચાલનાર છે.જેમાં આજથી જ અનેક પરિવારજ નોએ પિતા, પિતામહ અને પરદાદાઓને યાદ કરીને પ્રથમ પિતૃપક્ષની વિધિ કરી હતી.જેમાં પિંડ બનાવી તેની વિધિ ભુદેવો દ્વારા કરાઈ હતી.

આ વખતે પિતૃપક્ષ 18 સપ્ટેમ્બરથી શરૂ થઈને 2 ઓકટોબર સુધી શ્રાધ્ધની વિધિ કરી શકાશે.આ દિવસોમાં પિતૃપક્ષમાં પૂર્વજોને યાદ કરીને દાન ધર્મ કરવાની પરંપરા ચાલી આવી રહી છે.આ દિવસોમાં ગ્રહોની શાંતિ માટે દાન પુણ્ય અને પૂજા પાઠ કરવામાં આવે છે.જેથી આપણા પર પૂર્વજોના આશીર્વાદ કાયમ રહે છે.એવું માનવામાં આવે છે કે પૂર્વજોની આત્માની શાંતિ માટે તર્પણ,પિંડ દાન અર્પણ કરવાથી આપણા પૂર્વજો પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ આપણા પર રહે છે.

શ્રાદ્ધની પરંપરા કેવી રીતે શરૂ થઈ અને તે સામાન્ય લોકો સુધી કેવી રીતે પહોંચી,આ સમય દરમિયાન કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ.આપણા ધાર્મિક ગ્રંથોમાં આ બાબતે ઘણી વાતો કહેવામાં આવી છે.પિતૃ પક્ષનું હિંદુ ધર્મમાં વિશેષ મહત્વ છે અને પિતૃપક્ષ દરમિયાન દરેક વ્યક્તિએ તેની અગાઉની ત્રણ પેઢીઓ (પિતા, પિતામહ અને પરદાદા) તેમજ તેના દાદા-દાદીનું શ્રાદ્ધ કરવું જોઈએ.પિતૃ પક્ષની શરૂઆતના દિવસે પ્રથમ શ્રાદ્ધ કરવામાં આવે છે.આવી સ્થિતિમાં,અશ્વિન શુક્લની પ્રતિપદા તિથિ અથવા 18 સપ્ટેમ્બર 2024થી પિતૃપક્ષ શરૂ થઈ રહી છે અને આ દિવસે પિતૃપક્ષનું પ્રથમ શ્રાદ્ધ કરવામાં આવશે.આ પ્રતિપદા શ્રાદ્ધને પડવા શ્રાદ્ધ તરીકે પણ ઓળખવામાં આવે છે.

geogujaratnews
Author: geogujaratnews

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *