
નવયુગ વિદ્યાલય જંબુસરમાં ઉચ્ચતર માધ્યમિક વિભાગના આદર્શ શિક્ષક શ્રી નિલેશભાઈ તિવારી નો જન્મદિવસ હોઈ એક દિવસના આચાર્ય બનાવી શાળા પરિવારે પુષ્પગુચ્છ આપી જન્મદિવસની શુભેચ્છાઓ આપી હતી.

નિલેશભાઈ તિવારીએ દિવસ દરમિયાન આદર્શ આચાર્ય તરીકે ફરજ બજાવતા દરેક વર્ગમાં બાળકોને જરૂરી સુચના ,માર્ગદર્શન અને સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત સાફ-સફાઈ નું આયોજન કર્યું અને સાથે વિદ્યાર્થીઓને સ્વચ્છતા બાબતે પ્રતિજ્ઞા લેવડાવી હતી
શ્રી નીલેશભાઈએ પોતાનો જન્મદિવસ શાળા પરિવારે અનોખી રીતે ઉજવીયો તે બદલ શાળા પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com