“સ્વચ્છ સાગર, સુરક્ષિત સાગર, સમૃદ્ધ સાગર” : “21 સપ્ટેમ્બર 2024 સમુદ્ર સ્વચ્છતા અભિયાન” અંતર્ગત જ્યારે સમગ્ર વિશ્વમાં આજે સિંગલ યુઝ પ્લાસ્ટિક થી થતા પ્રદુષણ થકી દરિયામાં ખુબજ મોટા પ્રમાણમાં પ્લાસ્ટિક કચરો જમા થઈ રહ્યો છે. અને તેના કારણે સમુદ્રી જીવો અને પર્યાવરણ ને ખૂબ જ ભયંકર નુકશાન થઇ રહ્યું છે. ત્યારે આપણા ભારતમાં આવેલ 7500 કી. મી ના દરિયા કિનારા ને અને દરિયા કિનારા ના ગામો અને નજીકની નદીઓ વાળા સમુદ્ર તટ ના ગામો શહેરોમાં આજે વિવિધ સંગઠનો અને સરકારી અને સેવાભાવી સંસ્થા, સ્કૂલો, કોલેજો અને ગ્રામપંચાયતો અને ઔધોગિક મંડળો, તથા નાગરિકો આ સાગર સ્વચ્છતા અભિયાનમાં ઉત્સાહ ભેર જોડાયા છે.
ત્યારે આજે ભરૂચ જિલ્લામાં પણ જંબુસર, દહેજ,ભરૂચ નિલકંઠેશ્વર, ગોલ્ડન બ્રિજ, દિવા, હાંસોટના વમલેશ્વર, વિગેરે ભરૂચ જિલ્લાના આશરે 10 જેટલા સ્થાનો ઉપર આ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ સીમાજગરણ મંચ તથા પર્યાવરણ ગતિવિધિ અને પૂર્વ સૈનિક સેવા પરિષદ ના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવ્યો છે. જે આ કાર્યક્રમ માં સહકાર ભારતી, ધર્મજાગરણ, વિશ્વહિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના વિવિધ ક્ષેત્રો તથા સમાજના અનેક NGO આ કાર્યક્રમ માં જોડાયા છે. આજનો આ કાર્યક્રમ આશરે 10 જેટલા સ્થાનો ઉપર થયેલ છે. આ કાર્યક્રમમાં આશરે 100 થી વધારે લોકોએ ભાગ લીધો હતો.
કુલ આશરે 100 કિલો કરતા વધારે કચરો જેમાં 25 કિલો જેટલો પ્લાસ્ટિક કચરો દરિયા કિનારે નદી કિનારાના વિસ્તારોમાંથી સફાઈ કરેલ છે. અને દરિયાને પ્રદુષિત થતો અટકાવવા ખિસકોલી જેવો પ્રયાસ કરેલ છે.
તેમજ સીમાજગરણ મંચ જણાવે છે કે, અમને આશા છે કે આ જન જાગૃતિ અભિયાન એક દિવસ સમગ્ર દેશના નાગરિકોની જાગૃતિનું અભિયાન બનશે અને નાગરિકો પોતે વધુમાં વધુ જાગૃત બની સિંગલ યુઝ પ્લાસ્ટિક નો વપરાશ ઘટાડશે અને સમગ્ર માનવજાતિ અને દરિયાઈ જીવ શ્રુષ્ટિ તથા સમગ્ર માનવજાત અને પ્રકૃતિના હિતમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ સદંતર બંધ કરશે. આમ સમાજ ધીમે ધીમે જાગૃત થાય તે માટે અમારા બધા દ્વારા આજે એક સહિયારો પ્રયાસ કરવામાં આવ્યો છે. જે સમાજ ને એક પ્રેરણા પુરી પાડશે.