કુંભગ્રૂપ, ભરૂચ દ્વારા ગયા વર્ષે એક નવી પેહેલ કરાઈ હતી. જે અંતર્ગત માઁ નર્મદાના કિનારે દશાસ્વમેઘ ઘાટ પર આવેલા સોમનાથ મહાદેવના મંદિરે દેવદિવાળીની ઉજવણીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, તેવીજ રીતે આ વર્ષે પણ કુંભગ્રૂપ દ્વારા દેવ દિવાળી નિમિત્તે સુંદર અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં મંદિરના પ્રાંગણમાં કુંભગ્રુપના સભ્યો દ્વારા 1151 જેટલા દીવડા પ્રગટાવવામાં આવ્યા, જેનાથી વાતાવરણ નયનરમ્ય બન્યું હતું, અને અલૌકિક અનુભૂતિનો અનુભવ થયો હતો. આવતા વર્ષે પણ આવી જ રીતે આનાથી પણ સુંદર અને ભવ્ય આયોજન કુંભગ્રૂપ દ્વારા કરવામાં આવશે જેના દર્શનનો લાભ ભરૂચની જનતાને મળશે તેમ ગ્રુપના સભ્યો દ્વારા જણાવવામાં આવ્યું હતું.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com