જનમન પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળતા જ પિતાજીએ જોયેલા પાકું મકાનનું સ્વપ્ન ખરેખર પૂર્ણ થયું : ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના મૌઝા ગ્રામપંચાયતના નવી જામુની ફળિયાના કોડવાલીયા ખાખરીયાભાઈના પુત્ર તુરૂણભાઈ કોડવાલીયાએ પોતાનો પ્રતિભાવ આપતા કહ્યું કે, અમારું પોતાનું મકાન પાકું નહોતું, પહેલા અમે લોકો કાચા મકાનમાં વસવાટ કરતા હતા. જેને કારણે ચોમાસા દરમિયાન અમારા મકાનમાં પાણી પડતા અનેક હાલાકીઓ વેઠવી પડતી હતી. વધુમાં, મારા બાપુજીની મહેચ્છા હતી કે અમારા કુંટુંબનું પણ ધરનું ઘર પાકીછત વાળું હોય ! તમામ પ્રકારની સુવિઘાવાળાથી સજ્જ મકાનમાં અમારું કુંટુંબ રહે તે એમનું સ્વપ્ન હતું. હવે જનમન કાર્યક્રમ અંર્તગત સરકાર તરફથી જનમન પ્રધાનમંત્રી આવાસ યોજના અંર્તગત ૨ લાખની સહાય મળતા પાકી છતવાળું મકાન બનાવી તેમાં સુખેથી ખુશાલી સાથે વસવાટ કરી રહ્યા છે. વધુમાં, આવાસ યોજના થકી અમે પોતાનું ઘર બનાવી શક્યા છીએ. જે માટે અમે સરકારનો ખુબ આભાર માનીએ છે.