Geo Gujarat News

ભરૂચ: સાંસરોદ જુમ્લા હોલ ખાતે બહેનો માટે સાતમો વાર્ષિક ઇજતેમાઅ યોજાયો, જામિઅહ મુઇનિય્યહ અઝહરૂલ ઉલૂમ લિલ્બનાત – ભરૂચનો પહેલો જશ્તે રિદાએ આલિમિયતનો પ્રોગ્રામ યોજાયો

ભરૂચ જિલ્લાના સરહદી ગામ સાંસરોદ ખાતે જુમ્લા પાર્ટી હોલમાં હોટલ સ્વાઝી ઇન પાસે મહિલાઓની કેળવણી અંગે બયાનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ હતું. જેમા અંદાજીત ૫૦૦૦ મહિલાઓ હાજર રહી હતી. જેમા મુખ્ય વકતા તરીકે મિશન સર્વેસર્વા હઝરત ફષે ગુજરાત અલ્લામા યુનૂસ મિસ્બાહી સાહબ ખાસ હાજર રહ્યા હતા.

અને તેમની સદારતમાં પ્રોગ્રામ આયોજિત કરવામાં આવ્યો હતો. તથા હઝરત મુફતી મુહમ્મદ કલીમ મિરબાહી સાહબે પણ બયાન કર્યુ હતુ. આ પ્રોગ્રામમાં ૧૦ વિધાર્થીનીઓને આલિમા અને કારીઆની પદવી (સનદ) આપવામાં આવી. ૧૫ વિધાર્થીનીઓને કારીઆની પદવી (સનદ) આપવામાં આવી. ૪ વિધાર્થીનીઓને મુબલ્લીગાની પદવી (સનદ) આપવામાં આવી હતી. આ પ્રોગ્રામમાં ગુજરાત ભરમાથી ૫૦ જેટલી સ્કોલર આલિમા સાહિબાઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં વકતા તરીકે આલિમા ફાઝીલા હુમૈરહ આપા સાહેબા દ્વારા સ્ત્રી-કેળવણી અંગે અને સમાજમાં શૈક્ષણીક જાગૃતિ આવે તે બાબતે ખુબ સુંદર પ્રવચન આપ્યુ હતું.

આ પ્રોગ્રામને સફળ બાનાવવા મિસ્બાહી વેલ્ફેર મિશન (ભરૂચ) ના કાર્યકર્તા, જંઘાર તેમજ સાંસરોદ ગામની વોલન્ટીયર્સ વિદ્યાર્થી બેહનોએ તનતોડ મહેનત કરી હતી, તેમજ હાજી અબ્દુલગની લાખા (સાંસરોદ), હાજી હુશૈન ભાઈ સાલેહ / હાજી ઐયુબભાઈ બાવલા (સાંસરોદ), શમ્બુદ્દીન બાપુ / મુસ્તાકભાઈ અંગ્રેજ (જંઘાર) જેવા સમાજ સેવકો તેમજ સમાજના નવયુવાનો રહ્યા રહયા હતા. અને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *