ભરૂચ અને અંકલેશ્વર પ્રી-સ્કૂલના સંચાલકોએ એક દીવસીય હડતાલ રાખી તેમની વિવિધ માંગણીઓ અંગે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી બીયુપરમિશ, ભાડાકરાર સહિતના મુદ્દે રજુઆતો કરવામાં આવી હતી.

એક દિવસની હડતાળ પાડી રજૂઆતો કરાઈ છે રાજ્યમાં પ્રિ સ્કૂલની નોંધણીને લઈને હજુ પણ મડાગાંઠ ઉકેલાઈ નથી.જેથી નર્સરી,સિનિયર અને જુનિયર કેજી ચલાવતી પ્રિસ્કૂલો એમ જ ધમધમી રહી છે.જોકે, તે સમયે રાજ્યમાં પ્રિ-સ્કૂલની નોંધણીને લઈ સરકારે બનાવેલા નિયમો સામે પ્રિ-સ્કૂલ સંચાલકો દ્વારા રજુઆતો કરવામાં આવી હતી. જેમાં બીયુપરમિશ, ભાડાકરાર સહિતના મુદ્દે રજુઆતો કરવામાં આવી હતી. ખાસ કરીને ભાડાના બંગલાઓમાં ચાલતી પ્રિસ્કૂલમાં બીયુ પરમિશન અને ભાડા કરારનો મોટો ઈસ્યુ સર્જાયો છે. જે મુદ્દો ઉકેલાયો નથી અને એની રજુઆત પ્રાથમિક શિક્ષણ નિયામ,શિક્ષણ સચિવ,શિક્ષણ મંત્રી,જિલ્લા કલેક્ટર અને જિલ્લા શિક્ષણાધિકારી સહિત તમામને કરવામાં આવી છે. પરંતુ આ મામલે હજુ કોઈ નિરાકરણ નહિ આવતા હવે પ્રિ સ્કૂલના સંચાલકો સરકારને ભાડા કરાર, બીયુ મામલે યોગ્ય નિર્ણય કરવા પ્રદર્શન કરાયુ હતું.

ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું જેમાં પ્રી-સ્કુલ એસોસિએશન ગુજરાતના આદેશ મુજબ ભરૂચ અને અંકલેશ્વરની અંદાજીત 30 થી 35 પ્રી-સ્કુલના સંચાલકોએ ભરૂચ કલેકટર કચેરી પહોંચી શાંતિપૂર્વક પ્રદર્શન યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.જેમાં પ્રી સ્કુલમાં 15 વર્ષના રજીસ્ટર્ડ ભાડા કરારના સ્થાને 11 માસનો નોટરાઇઝડ કરાર મંજુર કરવામા આવે.બીયુ પરમિશન માન્ય રાખવામા આવે અને બીયુ ન હોય તો સ્ટ્રકચરલ સ્ટેબીલીટી સર્ટીને પણ માન્ય રાખવા સહિતની અનેક માંગ કરવામા આવી છે.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com