સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા કપલ સાડીનું ફેબ્રુઆરી માર્ચ 2025 માં લેવાયેલ ધોરણ 12 સામાન્ય પ્રવાહ પરીક્ષાનું પરિણામ 100% આવેલ છે જે પૈકી પ્રથમ ક્રમે પઠાણ માહેનુર મસ્તાક્ ખાન 91.00%, દ્વિતીય ક્રમે વસાવા સેજલ કનુભાઈ 80.14 % અને તૃતીયક્રમે વસાવા સરસ્વતીબેન નટવરભાઈ 78.28% સાથે સિદ્ધિ પ્રાપ્ત કરી છે શાળાના શિક્ષકોએ કરેલા અથાગ પ્રયત્નો અને વિદ્યાર્થીઓની મહેનત થકી શાળાનું શ્રેષ્ઠ પરિણામ મળેલ છે આ તબક્કે કપલસાડી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા તેમજ કપલસાડી ગામ માટે ગૌરવપૂર્ણ ક્ષણ ઊભી થઈ છે શાળાની વિદ્યાર્થીની પઠાણ માહિનુર મુસ્તાકખાન સમગ્ર ભરૂચ જિલ્લામાં તમામ સરકારી શાળાઓમાં 91.00% સાથે પ્રથમ ક્રમ મેળવેલ છે આવી સિદ્ધિ બદલ શાળા પરિવાર, કપલ સાડીના ગ્રામજનો, સરપંચ અને ઉપસરપંચ સલીમભાઈ .ગામનાના દાતાઓ શાળા પરિવાર ના તમામ શિક્ષકો અને તેજસ્વી વિદ્યાર્થીઓને સમગ્ર જિલ્લામાં કપલ સાડી ગામનું નામ રોશન કરવા બદલ ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવે છે.
Author: Kadar Khatri
સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો +919925675241