પ્રાપ્ત માહિત મુજબ ગુજરાત રાજ્ય માધ્યમિક-ઉ.માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સન્-૨૦૨૪-૨૫ માં ધોરણ :- ૧૨ સામાન્ય પ્રવાહની લેવાયેલી બોડીની પરીક્ષાનું પરીણામ સવારે ૧૦ કલાકે ઓનલાઇન જાહેર કરવામાં આવ્યું હતું.જેમાં ભરૂચ જીલ્લામાં અંકલેશ્વર કેન્દ્ર ૯૪.૮૫ %,ભરૂચ કેન્દ્ર ૯૧.૭૦ %,
ઝાડેશ્વર કેન્દ્ર ૯૦.૧૦ %,જંબુસર ૮૯.૨૯ %,નેત્રંગ કેન્દ્ર ૯૯.૫૪ %,હાંસોટ કેન્દ્ર ૯૪.૦૨ %,વાલીયા કેન્દ્ર ૮૮.૮૯ %,થવા કેન્દ્ર ૯૮.૬૭ %,,આમોદ ૯૨.૮૬ %,ઝઘડિયા કેન્દ્ર ૯૫.૮૧ % અને દહેજ કેન્દ્રનું ૯૮.૬૮ % પરીણામ જાહેર થયું હતું.જેમાં નેત્રંગ કેન્દ્રનું ભરૂચ જીલ્લામાં સૌથી વધુ ૯૯.૫૪ % પરીણામ આવતા શાળા પરીવારમાં આનંદ વ્યાપી જવા માંડ્યો હતો.શ્રીમતિ એમ.એમ ભક્ત હાઇસ્કુલનું ૯૮.૮૬ % અને કાકડકુઇ માધવ વિધ્યાપીઠનું ૧૦૦ % પરીણામ આવ્યું હતું.જેમાં નેત્રંગ વિભાગ કેળવણી મંડળના પ્રમુખ હસમુખભાઇ ભક્તે આચાર્ય આર.એલ વસાવા-શિક્ષકો અને વિધાર્થીઓને ઉજ્જવલ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
દિવ્યાંગ મિસ્ત્રી, નેત્રંગ
Author: Kadar Khatri
સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો +919925675241