Geo Gujarat News

ભરૂચ: જિલ્લાના ૫૫ જેટલા નિવૃત શિક્ષકોને સિંગલ વિન્ડો સિસ્ટમથી નિવૃતિના તમામ લાભો અપાયા

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના નિયમ મુજબ બાળકોનો શૈક્ષણિક અભ્યાસ ના બગડે તે હેતુસર દરેક શિક્ષકને સત્રનો લાભ આપી નિવૃત કરવાની જોગવાઇ છે. શિક્ષકશ્રીઓ જે, તે વર્ષની ૩૧ મે અને ૩૦ ઓકટોબરના રોજ નિવૃત થતા હોય છે. પોતાના જીવનના ૩૦ થી ૩૫ વર્ષો પ્રાથમિક શાળામાં બાળકોના શિક્ષણ માટે હોમી દેનારા શિક્ષકો જ્યારે નિવૃત થાય, ત્યારે તેમના નિવૃતિના તમામ હક્કો પારદર્શી વહીવટ થકી એક સાથે એક જ જગ્યા તાત્કાલિક આપવા માટે ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સચિન શાહના નેતૃત્વમાં ભરૂચ જિલ્લાના નિવૃત શિક્ષકો સમારોહ યોજયો હતો..જેમા ૫૫ જેટલા નિવૃત શિક્ષકોને સિંગલ વિન્ડો સિસ્ટમથી નિવૃતિના તમામ લાભો આપવામાં આવ્યા જિલ્લાના તમામ નિવૃત શિક્ષકોના પેન્શન,ગ્રેજ્યુઇટી જેવા તમામ લાભો નિવૃતિ બીજા જ મહિનાથી મળનાર છે. આ સમારોહમાં ભરૂચ જિલ્લા વિકાસ અધિકારીશ્રી,નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, જિલ્લ્લા સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. શિક્ષકોના સેવાકીય લાભ આપવાના આ અનોખા સમારોહને સંગઠનના મિત્રોએ ખુબ ઉત્સાહથી આવકાર્યો હતો.

Kadar Khatri
Author: Kadar Khatri

સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો +919925675241

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *