પ્રાથમિક શાળા સાહોલમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ તેમજ આંગણવાડીમાં અભ્યાસ કરતા તમામ બાળકોને કે.એમ.ચોકસીના ચેરમેનશ્રી કેસરીમલ શાહ તેમજ હેમલતાબેન ચેરિટેબલ ટ્રસ્ટ કોસંબા – સુરત દ્વારા ટ્રેક – શૂટ, યુનિફોર્મ, પૌષ્ટિક બિસ્કિટની સાથે હળવો નાસ્તો પણ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. દાતાશ્રીઓને શાલ, પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સર્વદાનોમાં શ્રેષ્ઠ વિધાદાનમાં સહભાગી બનવા બદલ શાળાના આચાર્ય નિલેશભાઈ સોલંકી, શાળા પરિવાર નરેશભાઈ, જનકભાઈ તેમજ શાળા વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષ વનિતાબેન પટેલ, એસ.એમ.સી. સભ્યોની સાથે તલાટીમંત્રી નિકુલભાઈએ દાતાશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.અને તેઓ ઉત્તરોતર પ્રગતિ કરે એવી અભ્યર્થના પાઠવી હતી.

દાતાશ્રી કેસરીમલ શાહે બાળકોને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી.બાળકોના ચેહરા પર અનેરી ખુશી જોવા મળી હતી.કાર્યક્રમનું સંચાલન નરેશભાઈ પટેલએ કર્યુ હતું તેમજ પ્રાસંગિક ઉદબોધન શાળાના આચાર્ય નિલેશભાઈ સોલંકીએ કરેલ હતું.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com