Geo Gujarat News

ભરૂચ: SSC/HSC બોર્ડ પૂરક પરીક્ષા અન્વયે કેટલાક નિયંત્રણો લાગુ પાડતું જાહેરનામું પ્રસિદ્ધ કરાયુ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આગામી તા.૨૩/૦૬/૨૦૨૫ થી તા.૦૩/૦૭/૨૦૨૫ સુધી ભરૂચ જિલ્લામાં વિવિધ પરીક્ષા કેન્દ્રો ખાતે એસ.એસ.સી./એચ.એસ.સી. બોર્ડ પૂરક પરીક્ષા જૂન-જુલાઇ-૨૦૨૫ યોજાનાર છે. પરીક્ષામાં બેસનાર પરીક્ષાર્થીઓને પરીક્ષા આપવામાં અડચણ કે નુકશાન ન થાય અને પરીક્ષાર્થીઓ અસામાજિક તત્વોનાં ત્રાસ, ભય વિના પરીક્ષા આપી શકે તે માટે તેમજ સુલેહ શાંતિનો ભંગ કે હુલ્લડ કે બખેડો થતો અટકાવી શકાય તે હેતુસર તમામ પરીક્ષા કેન્દ્રોની ફરતે ૧૦૦ મીટરની હદમાં પરીક્ષાર્થીઓ તેમજ નિયુકત અધિકૃત વ્યકિતઓ સિવાયની કોઈપણ વ્યકિત કે વ્યકિતઓનાં સમૂહનાં પ્રવેશ ઉપર ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા,૨૦૨૩ની કલમ-૧૬૩ મુજબ પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે અને પરીક્ષા દરમ્યાન તમામ પરીક્ષા કેન્દ્રોની ફરતે ૧૦૦ મીટરની હદમાં આવેલ ઝેરોક્ષ સેન્ટરો ચાલુ રાખવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે. વધુમાં, ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૩૩(૧) આર (૩) મુજબ તા.૨૩/૦૬/૨૦૨૫ થી તા.૦૩/૦૭/૨૦૨૫ સુધી સવારનાં ૦૮:૦૦ કલાકથી સાંજનાં ૦૮:૦૦ કલાક સુધી મનસ્વી રીતે લાઉડ સ્પીકર, વાજીંત્રો તથા ડી.જે.સીસ્ટમ બેફામ રીતે મોટા અવાજે વગાડવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે.

પરીક્ષા કેન્દ્રોની ૧૦૦ મીટરનાં હદ વિસ્તારમાં બેફામ તથા મનસ્વી રીતે મોટા અવાજે લાઉડ સ્પીકર, વાજીંત્રો તથા ડી.જે.સિસ્ટમ વગાડવા પર પ્રતિબંધ:- ભરૂચ જિલ્લામાં વિવિધ પરીક્ષા કેન્દ્રો ખાતે યોજાનાર હોય તા.૨૩/૦૬/૨૦૨૫ થી તા.૦૩/૦૭/૨૦૨૫ સુધી સવારનાં ૦૮:૦૦ કલાકથી સાંજનાં ૦૮:૦૦ કલાક સુધી પરીક્ષા કેન્દ્રોની ૧૦૦ મીટરનાં હદ વિસ્તારમાં કોઈએ પણ બેફામ તથા મનસ્વી રીતે મોટા અવાજે લાઉડ સ્પીકર, વાજીંત્રો તથા ડી.જે.સિસ્ટમ વગાડવા પર પ્રતિબંધ લાગુ કરાયો છે. આ હુકમનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે..

પરીક્ષા કેન્દ્રોની ૧૦૦ મીટરનાં હદ વિસ્તારમાં આવેલ ઝેરોક્ષ સેન્ટરો બંધ રાખવા આદેશ:- તા.૨૩/૦૬/૨૦૨૫ થી તા.૦૩/૦૭/૨૦૨૫ સુધી એસ.એસ.સી./એચ.એસ.સી. બોર્ડ પુરક પરીક્ષા જૂન-જુલાઈ-૨૦૨૫ યોજાનાર છે. આથી પરીક્ષાનાં દિવસો દરમિયાન સવારનાં ૦૮:૦૦ કલાકથી સાંજના ૦૮:૦૦ કલાક સુધી ભરૂચ જિલ્લાનાં પરીક્ષા કેન્દ્રોની ૧૦૦ મીટરનાં હદ વિસ્તારમાં આવેલ ઝેરોક્ષ સેન્ટરો બંધ રાખવા આદેશ કરવામાં આવ્યો છે.

આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ-૨૨૩ હેઠળ શિક્ષાને પાત્ર રહેશે. આ જાહેરનામાના ભંગ બદલ ફરીયાદ માંડવા પોલીસ હેડ કોન્સ્ટેબલથી ઉતરતી કક્ષાનાં ન હોય તેવા પોલીસ ખાતાના કર્મચારીશ્રી અધિકારીને અધિકૃત કરવામાં આવે છે. તેમ એન.આર.ધાધલ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ ભરૂચ દ્નારા આપવામાં આવેલી એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *