આજરોજ રાજ્ય સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીના કાર્યક્રમનું આયોજન નેત્રંગ તાલુકાનાં અંતરિયાળ વિસ્તારમાં આવેલ વાંકોલ ગામ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ધારાસભ્ય રિતેશ વસાવા સાથે વાંકોલ તથાં ઉમરખડાનાં ભાઈ બહેનો જોડાઈને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. અને પોતાના વિસ્તારમાં શિક્ષણનું સ્તર ઊંચું આવે એના માટે સતત પ્રયત્નો કરશો ધારાસભ્ય રિતેશ વસાવા દ્વારા બેટી બચાવો બેટી પઢાઓનાં નારાને સાચાં અર્થમાં સિધ્ધ કર્યોં હોય તેમ પણ જણાઈ આવ્યું હતું. જેમાં બાળકીને પોતાની હાથમાં ઉઠાવીને શાળા એ લય જવામાં આવી હતી. વધુમાં ધારાસભ્યએ જણાવ્યું હતું કે શિક્ષણ થકી તમે કોઈપણ વ્યવસ્થા સાથે જોડાઈ શકો છો

ધારાસભ્ય રિતેશ વસાવા આજરોજ ૨૬ જૂન ગુરૂવાર ના રોજ નેત્રંગ તાલુકાનાં વાંકોલ ખાતે આયોજિત શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા અને બાળકોને શિક્ષણને લગતી કીટનુ વિતરણ કર્યું હતું. ત્યારે નેત્રંગ તાલુકા પંચાયત પ્રમુખ, નેત્રંગ તાલુકા પંચાયત ઉપપ્રમુખ, વાલિયા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ, સંગઠન મહામંત્રીઓ, તમાંમ સંગઠનનાં હોદેદારો, ચુંટાયેલા પ્રતિનિધિઓ, સરપંચઓ સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com