સંજેલી તાલુકામાં આવેલ જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ કાર્યરત છે. જેમાં ધોરણ 5 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાની સંપૂર્ણ તૈયારી કરાવવામાં આવે છે. જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રી અને ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલી – મોરા – સુખસર તાલીમ વર્ગના સંચાલક શ્રી દિલીપકુમાર એચ. મકવાણાના માર્ગદર્શનથી નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ નવોદય પ્રવેશ પરીક્ષાની સંપૂર્ણ તૈયારી કરી શકે તે હેતુથી પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સંગાડા અશ્વિનભાઈ ઉપસ્થિત રહીને વધુમાં વધુ વિદ્યાર્થીઓ નવોદયના ફોર્મ ભરી શકે તે વિશે માહિતી આપવામાં આવી હતી. રાજુભાઈ મકવાણા દ્વારા તમામ વિદ્યાર્થીઓ આ સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપે અને ઝળહળતી સફળતા મેળવે તેવી શુભકામના વ્યક્ત કરી હતી. આમ ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલી ખાતે પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Author: મહેશભાઈ બરંડા
તમારા વિસ્તારના સમાચાર, સમસ્યાઓ અને પ્રેસનોટ અમને મોકલો અમે તેને પ્રસિદ્ધ કરીશું: 9428831095