દર શનિવારે બેગ વગર શાળાએ આવશે વિદ્યાર્થીઓ, રમત-ગમત અને યોગ સહિતની પ્રવૃત્તિઓ થશે: ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. જે અંતર્ગત આજથી પ્રાથમિક શાળાઓમાં ‘બેગલેસ ડે’ની શરૂઆત થઈ ગઈ છે. ભરુચ જિલ્લા સહિત વાગરાની પણ વિવિધ શાળાઓમાં ૧ થી ૮ ધોરણના વિદ્યાર્થીઓ બેગ વગર શાળાએ પહોંચ્યા હતા. જેમાં જુંજેરા વિધ્યાલય પણ બાકાત નથી રહી. આજે “બેગલેસ ડે” ના પ્રથમ દિવસે વાગરા અસમાં પાર્ક.3 સ્થિત જુંજેરા વિધ્યાલયમાં પણ બાળકો બેગ વિના સ્કૂલે પહોંચ્યા હતા.
વિવિધ શાળાઓમાં 1 થી 8 ધોરણના વિદ્યાર્થીઓ બેગ વગર પહોંચ્યા: જ્યાં શિક્ષકો ધ્વારા બાળકોને ઘડિયાળ જોતાં શીખવ્યું, તેમજ દિશા ઓળખ, અંગ્રેજી વિષયમાં ઉપયોગી શબ્દો જેવા કે, IN, OUT, RIGHT, LEFT જેવા શબ્દોની ઓળખ પણ પ્રવુત્તિ ધ્વારા કરાવવામાં આવી હતી. તદુપરાંત નાના-મોટા દરેક બાળકોને પોતાના વાલીનો મોબાઈલ નંબર યાદ રખવો જેવી જરૂરી બાબતો હંમેશા યાદ રાખવા સૂચવ્યું હતું. શાળાના ટ્રસ્ટીની સૂચનાથી આચાર્ય હિતેશ કુમારનાઓએ સમગ્ર કાર્યક્રમનુ સુંદર અને સફળ સંચાલન કર્યું હતું. સ્કૂલમાં આજે બેગ વગર શાળાએ પહોંચેલા બાળકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. વિધ્યાર્થીઓ શાળામાં શિક્ષણ સિવાયની રચનાત્મક પ્રવૃત્તિમાં પણ રસ દાખવે તે હેતુસર નવીન પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં શાળાના શિક્ષકો પણ સહભાગી બન્યા હતા. અને તેથીજ સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં શનિવારે ‘બેગલેસ ડે’ જાહેર કરવામાં આવ્યો છે.
મલ્ટી-ડાઇમેન્શનલ લર્નિંગ તરફ એક પગલુ: ન્યુ એજ્યુકેશન પોલિસી(NEP) 2020 અને NCF-SE 2023 મુજબ સરકારી ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ શાળાઓનાં ધોરણ 1 થી 8નાં બાળકોના મનોશારીરિક વિકાસ તેમજ રમત-ગમત, શારિરીક કસરતો, યોગ, સૂર્યનમસ્કાર, ચિત્ર, બાલસભા, સંગીત વગેરે બાબતોનો સમાવેશ કરવા માટે તેમજ બેગલેસ ડે અને આનંદદાયી શનિવારની પ્રવૃત્તિઓ દર શનિવારે કરવાના શાળાઓને આદેશ અપાયા છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ મુજબ બાળકોનો સર્વાંગી વિકાસ થાય, તેમની સર્જનાત્મક શક્તિઓ બહાર આવે તે હેતુથી આ નિયમ બનાવવામાં આવ્યો છે. જેના દ્વારા વિદ્યાર્થીઓ રોજિંદા અભ્યાસના ભારણમાંથી બહાર આવીને જીવન કૌશલ્ય અને શારીરિક કસરતો પર પણ ધ્યાન આપતા થશે.

ગુજરાત પહેલા પણ કેટલાક રાજ્યોમાં બેગલેસ સેટરડેની શરુઆત કરી છે. આ અગાઉ મહારાષ્ટ્ર, કર્ણાટક અને દિલ્હીમાં પણ ‘બેગલેસ ડે’ની સફળ અમલવારી થઈ ચૂકી છે. આ રાજ્યોના શિક્ષણ વિભાગ મુજબ, બેગલેસ ડેના પરિણામે વિદ્યાર્થીઓમાં શાળા પ્રત્યે રુચિ અને હાજરી દર બંનેમાં વધારો નોંધાયો છે. તેથીજ ગુજરાત સરકારે પણ આ મહત્વનો નિર્ણય લીધો છે.

Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com