પાદરા તાલુકાના એકલબારા સ્થિત કયામુદ્દીન ચિશ્તી બાવાની દરગાહ શરીફ પર પરંપરાગત રીતે સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ હતી. મોટી સંખ્યામાં હિંદુ મુસ્લિમ સમાજના શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. ઘેર ઘેર ગાયો પાળવાનો સંદેશો પાઠવતા અને હિંદુ મુસ્લિમની એકતાની ૪૦૦ વર્ષ ઉપરાંતથી ચાલતી પરંપરા આજે પણ યથાવત રહી છે.

ઘેર ઘેર ગાયો પાળવાનો સંદેશો પાઠવતા અને હિંદુ મુસ્લિમની એકતા સ્વરૂપ પરંપરાગત ૪૦૦ વર્ષ ઉપરાંતથી ચાલતી પરંપરામાં ઠાકોર સાહેબના વંશજોએ આજે પણ ચાલુ રાખી છે. પરંપરાગત રીતે સંદલ શરીફનું ઝુલુસ નીકળ્યું હતું. ઝુલુસમાં મોટી સંખ્યામાં હિંદુ, મુસ્લિમ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. સજ્જાદા નસીન પીર સૈયદ કયામુદ્દીન ચિશ્તી મોટા મિયા ચિશ્તી સાહેબ ઘેર ઘેર ગાયો પાળવા અને એક સંપ અને ભાઈચારોનો બોધ આપતા હતા.

આ પ્રસંગે હાજી પીર સૈયદ કદીરૂદ્દીન કયામુદ્દીન ચિશ્તી સાહેબ માંગરોલ તેમજ એકલબારાની ગાદીવાળાની હાજરીમાં સૈયદ પીર રફીકદ્દીન ચિશ્તી માંગરોલની ગાદીના હજરત સૈયદ સલીમુદ્દીન ચિશ્તી સાહેબ, મોઇનુદ્દીન ચિશ્તી સાહેબ, ડૉ. મતા ઉદ્દીન ચિશ્તી સાહેબ, સૈયદ ફરીદ ચિશ્તી સાહેબ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા…
Author: Saifali Bhatti
સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો +919510457096