ભરૂચ: જિલ્લાના સામલોદ ગામે વિકાસની દિશામાં વધુ એક ડગલું ભરાયું છે. અહીં દિનેશભાઈ રાયસિંગભાઈ માછી દ્વારા ઇન્ડિયન ઓઇલના નવા પેટ્રોલ પંપ મહાકાળી પેટ્રોલ પંપ (બાપુ પેટ્રોલ પંપ) નો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે.
આ નવા સોપાનથી સામલોદ અને તેની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોના વાહનચાલકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. આ શુભ પ્રસંગે હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજા-અર્ચના અને પ્રાર્થના કરવામાં આવી હતી. મહાકાળી માતાજીના આશીર્વાદ સાથે કાર્યરત થયેલા આ પેટ્રોલ પંપના ઉદ્ઘાટન પ્રસંગે આસપાસના ગામોના અગ્રણીઓ, પ્રતિષ્ઠિત નાગરિકો અને શુભેચ્છકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ઉપસ્થિત મહેમાનોએ દિનેશભાઈ માછીને નવી શરૂઆત બદલ અભિનંદન પાઠવ્યા હતા.
સ્થાનિક આગેવાનોએ આ તબક્કે જણાવ્યું હતું કે, આ પેટ્રોલ પંપ શરૂ થવાથી સ્થાનિક લોકોને હવે ઈંધણ માટે લાંબે સુધી ધક્કા ખાવા નહીં પડે. આ સુવિધાથી માત્ર સમય અને ઈંધણની બચત જ નહીં થાય, પરંતુ વિસ્તારના સર્વાંગી વિકાસમાં પણ વેગ આવશે. આ ઉપરાંત, નવા પેટ્રોલ પંપના કારણે સ્થાનિક યુવાનો માટે રોજગારીની નવી તકો ઊભી થશે, જે ગ્રામીણ અર્થતંત્ર માટે આશીર્વાદરૂપ સાબિત થશે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com