જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં સેનાનું વાહન ભયંકર અકસ્માતનો શિકાર બન્યું છે. 17 સૈનિકોને લઈ જતી ભારતીય સેનાની ગાડી અચાનક નિયંત્રણ ગુમાવતા અંદાજે 200 ફૂટ ઊંડી ખાઈમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં 10 સૈનિકો શહિદ થયા હોવાની કરુણ માહિતી સામે આવી છે. અકસ્માતની જાણ થતા જ બચાવ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ભારતીય સેના અને સ્થાનિક પોલીસ દ્વારા સંયુક્ત રીતે બચાવ અને રાહત કામગીરી શરૂ કરવામાં આવી હતી. ખાઈની ઊંડાઈ અને દુર્ગમ ભૂગોળને કારણે બચાવ કાર્યમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ અકસ્માતથી સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે. શહિદ થયેલા સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે અને સેનાએ અકસ્માતના કારણોની તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com