Geo Gujarat News

ભરૂચ પોલીસનો નો ડ્રગ્સ પ્રહાર, મંગલદીપ સોસાયટીમાંથી ગાંજાના જથ્થા સાથે SOG એ મહિલાની કરી ધરપકડ

ભરૂચ જિલ્લામાં નશાના કારોબારને જડમૂળથી ઉખેડી ફેંકવા માટે જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ આદરેલી નો ડ્રગ્સ ઇન ભરૂચ ઝુંબેશને મોટી સફળતા મળી છે. ભરૂચ એસ.ઓ.જી. એ અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં લાલ આંખ કરીને એક મહિલાને ૩ કિલોથી વધુના ગાંજાના જથ્થા સાથે દબોચી લીધી છે. ઘટનાની વિગતો મુજબ, એસ.ઓ.જી. પી.આઈ. એ.વી. પાણમીયાના માર્ગદર્શન હેઠળ જ્યારે ટીમ પેટ્રોલિંગમાં હતી, ત્યારે ચોક્કસ બાતમી મળી હતી કે મંગલદીપ સોસાયટીમાં રહેતી સોનીકુમારી મુકેશ મંડલ પોતાના ઘરમાં નશીલા પદાર્થોનું વેચાણ અને સંગ્રહ કરી રહી છે. આ બાતમીના આધારે પોલીસે ત્વરિત દરોડા પાડતા ઘરના ખૂણેખૂણેથી કુલ ૩.૪૪૬ કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો. પોલીસે અંદાજે ૧.૭૨ લાખની કિંમતનો નશીલો જથ્થો અને મોબાઈલ ફોન સહિત કુલ ૧.૭૮ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પ્રાથમિક તપાસમાં આ નશાના તાર ઓડિશા સાથે જોડાયેલા હોવાનું બહાર આવતા પોલીસે ઓડિશાના એક શખ્સને વોન્ટેડ જાહેર કરી તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. ભરૂચ પોલીસની આ કડક કાર્યવાહીથી નશાના સોદાગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.