Geo Gujarat News

LPG ના વધતા ભાવ અને અછત વચ્ચે કેરોસીનની એન્ટ્રી, હવે પેટ્રોલ પંપ પરથી પણ મળશે, સરકારે નિયમોમાં આપી મોટી છૂટ

દેશમાં વધી રહેલા LPG સિલિન્ડરના ભાવ અને તેની અછતની સ્થિતિને જોતા કેન્દ્ર સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સામાન્ય જનતાને રાંધણ ગેસના વિકલ્પ તરીકે રાહત આપવા માટે હવે કેરોસીનની વાપસી થઈ રહી છે. સરકારના નવા આદેશ અનુસાર, હવે માત્ર રેશનિંગની દુકાનો જ નહીં પરંતુ પેટ્રોલ પંપો પરથી પણ કેરોસીનનું વેચાણ થઈ શકશે. આ માટે સરકારે પેટ્રોલિયમ સલામતી અને લાઇસન્સિંગના કડક નિયમોમાં અસ્થાયી રૂપે છૂટછાટ આપી છે, જેથી પુરવઠો વધુ સરળ અને ઝડપી બનાવી શકાય. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે આ દિશામાં મોટું કદમ ઉઠાવતા ગુજરાત, દિલ્હી, હરિયાણા અને ઉત્તર પ્રદેશ સહિત દેશના કુલ 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં જાહેર વિતરણ વ્યવસ્થા (PDS) હેઠળ કેરોસીનના એડ-હોક આપી છે. આ વિશેષ વ્યવસ્થા આગામી 60 દિવસ માટે અમલમાં રહેશે.આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય એવા પરિવારોને મદદ કરવાનો છે જેઓ LPG ના ઊંચા ભાવોને કારણે મુશ્કેલી અનુભવી રહ્યા છે અથવા જ્યાં ગેસ સિલિન્ડર પહોંચવામાં વિલંબ થઈ રહ્યો છે. સરકારના આ પગલાથી મધ્યમ અને શ્રમિક વર્ગને મોટી રાહત મળવાની આશા છે. પેટ્રોલ પંપ પર કેરોસીન ઉપલબ્ધ થવાથી કાળાબજાર પર લગામ લાગશે અને લોકોને શુદ્ધ ઇંધણ સરળતાથી મળી રહેશે. જોકે, આ છૂટછાટ હાલ પૂરતી મર્યાદિત સમય માટે આપવામાં આવી છે, પરંતુ જો પરિસ્થિતિ મુજબ જરૂર જણાશે તો સરકાર આગામી સમયમાં આ સમયમર્યાદા લંબાવવા અંગે પણ વિચારણા કરી શ છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.