Geo Gujarat News

કેપ્ટન રોહિત શર્માની દીકરીએ પપ્પા માટે શું કહ્યું? ઇન્ટરનેટ પરનો સૌથી ક્યૂટ વિડીયો

નવી દિલ્હી: ODI વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં ભારતીય ક્રિકેટ ટીમની હારથી ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ પણ દુખી છે. મોહમ્મદ સિરાજની (MOHAMMED SIRAJ) આંખોમાંથી  આંસુ નીકળી ગયા હતા અને કેપ્ટન રોહિત શર્મા (ROHIT SHARMA) પણ મેદાનની બહાર નીકળતી વખતે રડતો જોવા મળ્યો હતો. જ્યારે પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી પોતાની કેપથી આંસુ છુપાવતો જોવા મળ્યો હતો. રોહિત શર્મા એન્ડ કંપની સતત 10 મેચ જીતીને ફાઇનલમાં પહોંચી હતી. પરંતુ ટાઈટલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતનું વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સપનું તોડી નાખ્યું હતું. જો કે આ સાથે આખા દેશનું સપનું તૂટયું હતું. કરોડો લોકો નિરાશ થયા હતા.

આ તમામ નિરાશા વચ્ચે એક પોઝિટીવીટી ભર્યો વિડીયો વાયરલ થયો છે. જેમાં કેપ્ટન રોહિત શર્માની દીકરી સમાયરાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં તે જણાવી રહી છે કે તેના પિતા અત્યારે કેવી હાલતમાં છે અને ક્યારે તેમના ચહેરા પર સ્મિત પાછું આવશે. આ વિડીયો એટલો ક્યૂટ છે કે તે જોઈને કોઈપણ ક્રિકેટપ્રેમીને પ્રેમ ઉભરાઇ આવે.

સોશિયલ મીડિયા X પર 46thcenturywhen રોહિત નામના યુઝરે એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં રોહિત શર્માની પત્ની રિતિકા સજદેહ અને તેમની પુત્રી સમાયરા સૅલ્મોન સાથે ક્યાંક જતા જોવા મળે છે. વીડિયોમાં જ્યારે દીકરી સમાયરાને પૂછવામાં આવ્યું કે તેના પિતા રોહિત કેમ છે? તેના જવાબમાં સમાયરા કહે છે, ‘તે રૂમમાં છે અને હવે તે લગભગ પોઝિટિવ છે. એક મહિનામાં તે ફરી હસશે.

આ પણ વાંચો:
રોહિત શર્માથી છીનવાઇ જશે કેપ્ટન્સી? BCCI એ મિટિંગ માટે બોલાવ્યો, ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને રહસ્ય

આગામી વર્લ્ડ કપ સુધીમાં 40 વર્ષનો થઈ જશે રોહિત શર્મા

વર્લ્ડ કપ ફાઇનલમાં હાર બાદ રોહિતની કેપ્ટનશિપ પર સવાલો ઉઠી રહ્યા છે. રોહિત પહેલા જ T20 સીરિઝથી દૂર થઈ ગયો છે. તેને ટી20 મેચ રમ્યાને લગભગ એક વર્ષ થઈ ગયું છે. તેણે આ અંગે બીસીસીઆઈ સાથે પણ વાત કરી છે.

બીજી તરફ કેપ્ટન રોહિત અત્યારે 36 વર્ષનો છે. આગામી વનડે વર્લ્ડ કપ 2027માં યોજાવાનો છે. મતલબ કે 4 વર્ષ પછી ODI વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવશે. તે સમયે રોહિતની ઉંમર 40 વર્ષની આસપાસ હશે.

સૂર્યકુમાર યાદવ ભારતનો 13મો T20 કેપ્ટન, પણ વર્લ્ડકપમાં રેકોર્ડ ખરાબ


સૂર્યકુમાર યાદવ ભારતનો 13મો T20 કેપ્ટન, પણ વર્લ્ડકપમાં રેકોર્ડ ખરાબ

11 મેચમાં રોહિતે 765 રન બનાવ્યા

આ વર્લ્ડ કપમાં રોહિત કેપ્ટન તરીકે અને બેટ્સમેન તરીકે સૌથી આગળ રહ્યો હતો. તેણે સેમિફાઇનલ સુધી ભારતને લઈ જતાં શાનદાર કેપ્ટનશિપ કરી અને બેટિંગમાં પણ પોતાની પ્રતિભા બતાવી હતી. રોહિતે વર્લ્ડ કપ 2023માં 11 મેચમાં 597 રન બનાવ્યા હતા. આ વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવવાના મામલે રોહિત વિરાટ કોહલી પછી બીજા ક્રમે રહ્યો હતો. આ ટુર્નામેંટમાં રોહિતે 1 સદી અને 3 અડધી સદી ફટકારી હતી. તો બીજી તરફ ગોલ્ડન બેટ એવોર્ડ વિજેતા ક્રિકેટર વિરાટ કોહલીએ સૌથી વધુ 765 રન બનાવ્યા હતા.

ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર

Source link

geogujaratnews
Author: geogujaratnews

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *