Geo Gujarat News

હાલોલ: ૧૫ કામદારોને છૂટા કરવામાં આવતા ૫૦૦ કામદારોએ કંપનીનો ઘેરાવો કર્યો, કંપનીના ગેટ બહાર કામદારોનો જમાવડો

પંચમહાલ જિલ્લાના હાલોલ સ્થિત ટો-ટો કંપનીએ કોઈપણ કારણ વગર 15 થી 16 જેટલા કામદારોને સસ્પેન્ડ કરતા કામદારોએ કંપનીના ગેટ પાસે અડિંગો જમાવી વિરોધ નોંધાવ્યો હતો.

પ્રાપ્ત થતી માહિતી અનુસાર પંચમહાલ જિલ્લાના હાલોલ બાયપાસ રોડ ઉપર આવેલી ટો-ટો કંપનીમાં કામ કરતા ૫૦૦ થી વધુ કામદારો ઓછું કામ કરી કંપનીને નુકશાન પહોંચાડતા હોવાનું જણાવી આ કામદારોને નોકરી પરથી કાઢી મુકતા કામદારો કંપનીના ગેટ બહાર એકત્ર થઈ વિરોધ નોંધાવ્યો હતો. કામદારો શિસ્તબદ્ધ રીતે કામ કરવાની લેખિત બાંહેધરી આપે તોજ તેઓને કામ ઉપર લેવામાં આવશે તેમ કંપનીના એડમીને જણાવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. ગઈ કાલે બીજી શિફ્ટમાં આવેલ ૧૦૦ જેટલા કામદારોને કંપનીના એડમીન દ્વારા કંપનીમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. અને આજે સવારે જનરલ શિફ્ટના બીજા ૪૦૦ જેટલા કામદારોને પ્રવેશ ન મળતા ૫૦૦ જેટલા કામદારો કંપનીના ગેટ બહાર બેસી જતા ગેટ ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. કામદારોના કંપની સામે લેબરકોટમાં ચાલી રહેલા બોનસના પ્રશ્નની સાથે કંપનીમાં લોડીંગ કામ દરમ્યાન થતી શારીરિક તકલીફો સામે રક્ષણ અને ઇન્ક્રીમેન્ટ અને પ્રમોશન જેવા અનેક પ્રશ્નોની તારીખોમાં કંપની ગેરહાજર રહેતા કામદારો દ્વારા યુનિયન બનાવી લડત લડતા કંપનીએ ૧૩ જેટલા આગેવાન કામદારોને કંપનીમાંથી કાઢી મુકતા મામલો ગરમાયો હોવાનું કામદારો જણાવી રહ્યા છે. કંપની સત્તાધીશો આ બાબતે ઘટતું કરી સમસ્યાનું નિરાકરણ લાવે તે જરૂરી જણાય રહ્યું છે.

 

હાલોલ જીઆઇડીસી સ્થિત ટો-ટો કંપનીના પાંચસોથી વધુ કામદારોની હડતાલ ત્રીજા દિવસે પણ યથાવત..!કામદારોની માંગણી નહીં સંતોષાતા કામદારો ઠંડીમાં પણ કંપનીની બહાર સુવા માટે મજબૂર બન્યા..! માંગણી નહીં સંતોષાય તો ગાંધી ચિંધ્યા માર્ગે જવાની પણ કામદારોએ ચીમકી ઉચ્ચારી
હાલોલ જીઆઇડીસી સ્થિત ટો-ટો કંપનીના પાંચસોથી વધુ કામદારોની હડતાલ ત્રીજા દિવસે પણ યથાવત..!
કામદારોની માંગણી નહીં સંતોષાતા કામદારો ઠંડીમાં પણ કંપનીની બહાર સુવા માટે મજબૂર બન્યા..!
માંગણી નહીં સંતોષાય તો ગાંધી ચિંધ્યા માર્ગે જવાની પણ કામદારોએ ચીમકી ઉચ્ચારી

રિપોર્ટ: અંજુમ ખત્રી – બોડેલી

 

geogujaratnews
Author: geogujaratnews

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *